________________ નરકના નિવાસીઓ + 207 રિદ્ધિસિદ્ધિ, માનપાનથી આકર્ષાઈ માન કે ન માન મેં તેરા મહેમાન એ ન્યાયે ભગવાનનો તે પોતાની મેળે બની બેઠેલો શિષ્ય હતો. મહાવીર સ્વામીની સાથે લગભગ ફર્યા કરતો અને તે માર, ધિક્કાર, ધૃણા વગેરેનો પાત્ર થતો. શીતલેશ્યા વડે જેનું રક્ષણ કરાયું છે તે દયાના સાગર ભગવાન પાસેથી તેજોવેશ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે જાણી, છ મહિનામાં તેજોલેશ્યા પ્રાપ્ત કરી લે છે. જેની પાસેથી તે શીખ્યો છે તેના ઉપર તેનો પ્રયોગ કરે છે; કેવી ભવિતવ્યતા ! તે માને છે કે મહાવીરનું મૃત્યુ થશે પણ તીર્થકરોને આવી શક્તિ અભિભૂત કરી શકતી નથી; ઊલટું સોળ વર્ષ સ્વસ્થ રહી પોતાનું ઉચિત કાર્યકલાપ કરતા રહ્યા. ગોશાલકે જે અગમ્ય ધૃણાસ્પદ કાર્યો કર્યાં છે તે અંગે મૃત્યુ પૂર્વે તીવ્ર પશ્ચાત્તાપ કર્યો તેથી અસંખ્ય ભવોમાં ભવાટવિમાં ભટકી કલ્યાણ કરશે. કોઈએ પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંધન તે ગુરુનું અકલ્યાણ થાય તેવી વર્તણૂક કે અપમાન ન કરવું તેવું પોતે ઉપદેશમાં જણાવે છે. તીવ્ર પશ્ચાત્તાપ મોક્ષનું કારણ બને છે ! ક્ષીરકદમ્બક પાઠક ત્રણ વિદ્યાર્થીઓના શિક્ષક છે. તેમાં પોતાનો જ પુત્ર અને વિદ્યાર્થી નરકગામી તેમ જાણતાં સંન્યાસ લઈ લીધો ! પોતાના પુત્ર સાથે બીજો પણ નરકે જનાર છે તે જાણી ઉદ્વિગ્ન થઈ સંન્યાસના પવિત્ર માર્ગે ડગ ભરી દીધાં. ત્રણમાંથી બે શિષ્યો નરકગામી થયા. ઉપર જણાવેલાં દૃષ્ટાંતોની સમીક્ષા પર અનુપ્રેક્ષા કરતાં તારવી શકાય કે તીવ્ર ભાવનાપૂર્વક આરંભસમારંભો કે પાપાચાર આચરી પશ્ચાત્તાપ કે દિલમાં વેદના ન થાય તો તે જીવ અવશ્ય નરકગામી બને છે. જીવહિંસા, માયાકપટથી દુરાચાર, મોહાસક્તિથી માનવતા વિરુદ્ધ આચરણ, શ્રેણિક રાજાની જેમ મૃગલીની હત્યા પછી ઉત્કટ આનંદ, કુરુક-ઉત્કરકની જેમ અસહિષ્ણુતાથી લબ્ધિનો દુરપયોગ, ચક્રવર્તી પદ મેળવી સંસારનો ત્યાગ ન કરી નરકના અતિથિ થવું પડતું હોય છે. સામાન્યતઃ જૈન માન્યતા પ્રમાણે વાસુદેવ-પ્રતિવાસુદેવ નરકગામી હોય છે કારણ કે તે પદ દ્વારા અનેકાનેક પ્રકારનાં પાપો આચરવાના પ્રસંગો પ્રાપ્ત થતા હોય છે. કંડરિકને રસનાની લાલસાથી નરકે જવું પડ્યું, સંભૂતિમુનિને વાસનાની આગ ઓલવવા નિયાણા સુધી જવું પડ્યું, પૂર્વભવમાં નિવૃણતાપૂર્વક તીવ્ર પાપ કરવાથી નરકે જવાનું થાય છે. કલમ પ્રભાચાર્યની જેમ ઉસૂત્ર ભાષણ નરકનું કારણ બને છે. અનેક પ્રકારની હિંસા, ખોટા દંડ, ખોટા કરવેરા, અનાચાર, દેવગુરુની નિદા તથા તેમનો પ્રત્યેનીક થવું, નરકનાં કારણો છે. કોણિકની જેમ ભયંકર યુદ્ધો કરનાર નરકે જાય છે. મમ્મણની જેમ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ધરનારા નરકે જાય છે. તંદુલિયા મત્સ્યની જેમ માનસિક મનસૂબા નરકે લઈ જાય છે. ભયંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org