________________ 206 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કેવળીનો ઉપદેશ સાંભળી બીજી સાધ્વીઓ માર્ગે આવી. પશ્ચાત્તાપ રજ્જાએ કર્યો પરંતુ દુર્વચન બોલવાથી એવું પાપ કર્યું કે અનેક ભવભ્રમણ કરે તો પણ તે જલદી છૂટે તેમ નથી. (ઉપદેશપ્રાસાદ). આવો બીજો કિસ્સો લક્ષ્મણા સાધ્વીશ્રીનો છે. લક્ષ્મણા જે રાજકુંવર સાથે ચોરીમાં ચાર ફેરા ફરી ત્યાં રાજકુમારને કોઈ ઓચિંતી વ્યાધિ થઈ. લક્ષ્મણા જે મંડપમાં સ્વયંવરે વરી તે જ મંડપમાં તે જ વખતે રંડાઈ. લક્ષ્મણાએ આશ્વાસન પામી ચિત્તને વૈરાગ્યમાર્ગે વાળી પ્રતિષ્ઠિત નગરમાં જિનેશ્વર ભગવંત પધાર્યા, દેશના સાંભળી સાધ્વી થયા. એક વખત પ્રવર્તિની સાધ્વીએ વસતિ ગવેષણા કરવા મોકલી. ચકલાચકલીનું મૈથુન, રતિક્રીડા જોઈ, વૈરાગ્યવિરોધી વિચારોથી વાસિત થઈ બ્રહ્મચર્ય માટે ભગવાન સવેદીની સ્થિતિ શું સમજે એમ દુષ્ટ વિચાર કર્યા. પાછળથી પસ્તાવો થયો. પોતાને આવા વિચારો થયો છે એમ ન જણાવતા, આવા પ્રકારના વિચારો માટે શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે તેમ પૂછ્યું. પણ સાચી પોતાની સ્થિતિ છુપાવી. તેણે પચાસ વર્ષ સુધી ગુરુએ જણાવેલ ઉગ્ર તપશ્ચર્યા કરી. વાસનામુક્ત હૃદય થયું, પણ આલોચના લીધા વિનાની તપશ્ચર્યા શુદ્ધ ન કરી શકી. કાયા ફોગટ દમી, તપ એળે ગયું. આર્તધ્યાનથી મરીને વેશ્યા થઈ, અનંત સંસાર રખડી અંતે કલ્યાણ સાધશે. ઉપયોગ મૂકી ગુરુએ આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપ્યું છઠ્ઠ પછી અઠ્ઠમ, અઠ્ઠમ પછી દસમ, તે પછી દુવાલસ દસ વર્ષ કરવા જોઈએ. તેના પારણે વિગય રહિત એકાસણું કરવું. સોળ વર્ષ મા ખમણ, 20 વર્ષ આયંબિલ અને બે વર્ષ ઉપવાસ કરવા જોઈએ. આમ 50 વર્ષની તપશ્ચર્યામાં માત્ર બે વર્ષ જ ખાવાનું આવે. આ 50 વર્ષની તપશ્ચર્યા કર્યા છતાં પણ જો તે ગુરુ સમક્ષ પોતાના નામ થકી આલોચે નહિ તો તેને શુદ્ધ થવું ઘણું કઠણ છે. (શ્રાદ્ધવિધિ, ઉપદેશપ્રાસાદ). આથી દુષ્કર તપ 50 વર્ષ કર્યા છતાં પણ લક્ષ્મણા સાધ્વીએ ગુરુ સમક્ષ સાચી પરિસ્થિતિ ન જણાવી તથા તે વગર તેનું ઉત્કટ તપ એળે ગયું. 80 ચૌર્યાસી સુધી સંસારમાં ભટક્યા કરશે જે પરિસ્થિતિ નરક કરતાં પણ નિકૃષ્ટ ગણાવી શકાય, કારણ કે નરકનું વધુ વધુમાં આયુષ્યસ્થિતિ 33 સાગરોપમની જ હોઈ શકે. જ્યારે ક્યાં 80 ચૌર્યાશી ! 80 ચોવીસી સુધી સંસારમાં ભટકનારી લક્ષ્મણા ક્યાં અને 84 ચોવીસી સુધી અમર રહેનાર કામવિજેતા મુનિસમ્રાટ યૂલિભદ્ર ક્યાં ! ગાયની ગૌશાળામાં જન્મ થવાથી ગોશાલક તરીકે ઓળખાતો પંખલિપુત્ર ગોશ લો ભગવાન મહાવીરનો સમકાલીન મિથ્યાત્વી જીવ હતો. ભગવાન મહાવીર સ્વામીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org