________________ નરકના નિવાસીઓ - 205 જૈન કથાસાહિત્યમાં સમરાદિત્ય કેવલીચરિત્ર ઘણી પ્રસિદ્ધ કથા છે. પ્રાકૃત ભાષામાં સમરાઈકહા તરીકે હરિભદ્રસૂરિએ તેને લિપિબદ્ધ કરી છે. અગ્નિશર્મા આ કથામાં પુરોહિતપુત્ર છે. તે શરીરે કદરૂપો અને બેડોળ છે. તેથી સમાન વયસ્ક રાજપુત્ર ગુણસેન તેની પુષ્કળ સતામણી કરે છે. તેથી કંટાળી તે છેવટે તાપરા બને છે. મા ખમણના પારણે ગુણસેન તેને આમંત્રે, પરંતુ તે વાત ભૂલી જાય છે. આથી બીજી વારનું આમંત્રણ આપે છે. ત્યારે પણ તેવું જ બને છે. ત્રીજી વારના ઉપવાસે પણ પારણું તેના તરફથી થઈ શકતું નથી. ત્રણ ત્રણ માસના ઉપવાસ થયા, તેથી ભયંકર વૈરભાવના ભાવે છે. નવ-નવ મનુષ્યભવોમાં તે પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, માતા-પુત્ર વગેરે સંબંધોથી જોડાય છે. પ્રત્યેક ભવમાં ગુણસેનનો જીવ સુકૃત્યોના પરિણામસ્વરૂપ દેવ બને છે અને અગ્નિશર્મા નરકે જાય છે. બધા ભવો ગણીએ તો વૈરનું કારણ સત્તર-સત્તર ભવો સુધી ચાલુ રહે છે. ગિરિસેનના નવમા મનુષ્ય તરીકેના ભવમાં સમરાદિત્યને સળગાવી દે છે. આ રીતે અગ્નિશર્માના નવ ભવો નરકના જાય છે. પરંતુ સોળ ભવના વૈરની પરંપરા આગળ વધતાં અગ્નિશર્માનો જીવ ગિરિમેન તરીકે આવું સળગાવી દેવાનું નિકૃષ્ટતમ અધમ કૃત્ય કરે છે ત્યારે તેના મુખમાં હૃદયપૂર્વકના પશ્ચાત્તાપના બોલ પુણ્યસ્વરૂપે બીજરૂપે પલ્લવિત થાય છે. છેવટે સત્તર સત્તર ભવની વૈર પરંપરા વધારનાર ગિરિસેન સમરાદિત્યના આ કેવળીના મહોત્સવમાં પુણ્ય બીજવાળો થયો. જગતમાં રાગ અને દ્વેષ જન્મમરણની ઘટમાળ પાછળ મુખ્ય ભાગ ભજવે છે. સાતમી નરકે ગયેલો ગિરિસેન વિચારે છે કે મેં ઉપસર્ગ કર્યો તે સારું કર્યું નથી. આ કોઈ મહાનુભાવ છે. આ ભાવના ગિરિરોનને અનેક ભવપરંપરામાં તારનારી થશે. અસંખ્ય ભવ બાદ તે સંખ્યા નામનો વિપ્ર બની નિર્વાણ પામશે. નરક નહીં પણ તેના જેવા અનેકાનેક ભવોમાં દુઃખની પરંપરાથી આકુળવ્યાકુળ થનારા જીવો પણ હોય છે. બાર સો સાધ્વીના ઉપરી રજ્જા આર્યો હતા. પૂર્વકર્મના ઉદયથી તેમને પાછલી જિંદગીમાં કોઢ થયો, અસહ્ય વેદના થઈ. વ્યાધિ શાથી થયો ? તેમ પૂછતાં કહ્યું કે, ઉકાળેલું પાણી પીવાથી થયું. કેવળીએ કોઢનું કારણ સમજાવ્યું. ઉકાળેલું પાણી કોઢ કરનાર નથી પણ દ્રવ્ય અને ભાવ રોગ હરનાર છે. હે રજ્જા ! તું શરીરનો રોગ મટાડવા તલસે છે પણ ભાવરોગ ભયંકર ઊભો કર્યો તેનું શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org