________________ 204 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તેના બે ભાઈ હલ્લ અને વિહલ્લને દિવ્ય હાર અને સેચનક હાથી મળ્યા. કોણિકની પત્નીએ તે જોયા અને મેળવવાની હઠ લીધી. હલ્લ-વિહલે તે લઈ માતામહ ચેડા રાજાનું શરણું લીધું. ઘમસાણ યુદ્ધ થયું, જેમાં કરોડો નિર્દોષ મર્યા. ફૂલવાલક મુનિ કે જેમનું માગધિકા વેશ્યા દ્વારા પતન થયું તેમણે ભગવાન મુનિસુવ્રતસ્વામીનો સૂપ જે શુભ મુહૂર્ત પ્રતિષ્ઠિત થયો હતો અને જેના પ્રભાવે નગરી જીતી શકાતી ન હતી તે તેણે ખોદાવી કઢાવ્યો, સમ્યક્ત ગુમાવ્યું. નગરીનું કાસળ કઢાવી ખેદાન-મેદાન કરાવી, એટલે વૈશાલી સાફ કરાવી નાખી, કરોડોને મોતને ઘાટ ઉતાર્યા. કાળ, મહાકાળ વગેરે એકેકને આગેવાની આપેલી તે બધાંને ચેડા રાજાના અમોઘ બાણથી ખત્મ થવું પડ્યું. આ અને બીજાં પાપોથી અંતે કોણિક છઠ્ઠી નરકમાં ગયો. આ કોણિકે બે મહાભયંકર યુદ્ધો જેવાં કે મહાશીલા-કંટક અને રથમૂશલ ખેલ્યાં, જેમાં પ્રથમમાં ચોર્યાસી લાખ અને બીજામાં છ— લાખ મનુષ્યો માર્યા ગયાં. હાથી, ઊંટ વગેરેનો તો પાર નથી. આ પ્રમાણે માર્યા ગયેલા એક કરોડ એશી લાખમાંથી કેવળ બે સિવાય બાકીનાં બધાં નરકગામી થયાં. (ભગવતીસૂત્ર, શતક 7, ઉદેશક 6). ચક્રવર્તીની રાણી શ્રીદેવી પતિવિયોગમાં છ મહિના રુદન કરે છે, વિલાપઆક્રંદ કરે છે. આના પ્રભાવે આર્તધ્યાનથી મૃત્યુ પામી છઠ્ઠી નરકે જાય છે. મમ્મણ શેઠે મહારાજને સિહકેસરીયા લાડુ વહોરાવ્યા. બહુ ઊંચા ભાવથી વહોરાવ્યા પરંતુ કુમિત્રના કહેવાથી લાડુની કણી પણ ચાખી નહીં તેથી તારું જીવન વ્યર્થ ગયું છે. ભાવથી વહોરાવ્યા છતાં પાછળથી ખૂબ ખેદ થવાથી, દાનસુકૃતની નિંદાથી મમ્મણને અપાર અઢળક સમૃદ્ધિ મળી, પણ તે ભોગવી ન શક્યો. દાન કર્યા પછી સાધુ પાસે ફરી માંગવા જાય છે. સાધુ નન્નો સુણાવે છે. તેઓ કહે છે : “વહોરાવ્યા પછી મંગાય? આના ઉપર તો ગુરુ મહારાજનો હક.” અમે તો ચિઠ્ઠીના ચાકર.' માંગે છતાં પણ ન અપાય તેથી ન આપ્યો. સાધુએ સીતથી લાડવાનો ભૂકો કરી ધૂળ ભેગો કરી દીધો. મમણે પહેલેથી અફસોસી શરૂ કરેલી કે હાય મેં લાડવો ક્યાં વહોરાવી. દીધો ? તે આના આર્તધ્યાન અને સંસ્કારનું વાવેતર થયું; તેના ગુણાકાર થયા. આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં ગયો, તેમાં રમ્યો. પરિગ્રહના સંરક્ષણનું ધ્યાન જીવને રૌદ્રધ્યાન સુધી પહોંચાડી દે છે. મમ્મણ મરીને સાતમી નરકે ગયો. તેથી યથાર્થ કહેવાયું છે કે : 'मनः एवं मनुष्याणां कारणं बंधमोक्षयोः' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org