SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ નરકના નિવાસીઓ 203. જૈનદર્શન પ્રમાણે 63 શલાકાપુરુષોમાં 12 ચક્રવર્તીઓ હોય છે. નિયમાનુસાર ચક્રવર્તીની અનેકાનેક પત્નીઓમાં એક સ્ત્રીરત્ન હોય છે. તે મોટાં પાપ જેવાં કે ખૂનખાર લડાઈઓ લડવી, શોક્ય રાણીઓ સાથે લડાઈ-ઝઘડા નહીં, પણ વિષયરાગમાં એવાં ચકચૂર હોય છે કે તેઓ અવશ્ય છઠ્ઠી નરકે જાય છે. ભરત ચક્રવર્તાની સ્ત્રીરત્ન સમાન તેની બહેન સુંદરી આથી સ્ત્રીરત્ન થવા તૈયાર ન થઈ એટલું જ નહીં, પરંતુ 60,000 વર્ષ આયંબિલ કરી તે વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત થઈ ગઈ ! જૈનોના આગમોમાં સાતમું અંગ ઉવાસગદસા (ઉપાસકદશા) છે, જેમાં દશ અધ્યાયો છે. મહાસમય(મહાશતક)નો અધિકાર છે. એને તેર પત્નીઓ છે. તેમાં એક રેવઈ (રેવતી) છે, જે બાર પત્નીઓને મારી નાંખે છે. પતિને પોતાની સાથે ત્યારબાદ ખૂબ ભોગ ભોગવવા વિનવે છે. તે ના પાડે છે. તેણે શ્રાવકની 11 પ્રતિમા વહન કરી હોય છે. એક રાત્રે રેવતી પૌષધશાળમાં આવી મહાશતકને કહે છે : તને પ્રત્યક્ષ સ્વર્ગ-નરકનો અનુભવ કરાવી શકે તેમ છે. તેઓ ઉપેક્ષા કરી ઉપયોગમાં સ્થિર રહે છે. રેવતી કામયાચના માટે નિષ્ફળ રહી. જ્ઞાનથી રેવતીની દુર્દશા જોઈ ક્રોધમાં કહ્યું કે, “રેવતી ! આજથી સાત રાત્રિમાં રોગથી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈશ. આ નખરાં ભારે પડશે' તે નરકે ગઈ ! ક્યાં આ રેવતી અને ક્યાં મહાવીર સ્વામીને ગોશાળાની તેજલેશ્યા માટે બીજોરા પાક વહોરાવનારી રેવતી કે જે આવતી ચોવીસીમાં સત્તરમા તીર્થંકર સમાધિ નામના થશે. ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના ઉદેશક એકમાં : એક શેઠના ચાર દીકરાની ચાર પુત્રવધૂમાંની સૌથી નાની પુત્રવધૂએ કડવી દૂધીનું શાક મહિનાના ઉપવાસીને વહોરાવી દીધું. તેઓ ખાઈ ગયા, પરંતુ તે વધૂ પ્રત્યેક નરકમાં બબ્બે વાર એમ સાતે નરકોમાં ચૌદ વાર ફર્યા છતાં પણ નિકાચિત કર્મોની નિર્જરા ન થઈ, એટલું જ નહીં પરંતુ કેટલાયે તિર્યંચ અવતારમાં જન્મી અસહ્ય દુઃખો ભોગવી રહી છે. આ જ શતકના આ ઉદેશકમાં ઉપરનો રેવતીનો પ્રસંગ પણ નિરૂપિત થયો છે. તેમજ સત્ય બોલનારા વસુરાજાને કેવળ એક જ વાર ખોટી સાક્ષી દેવી પડી અને તેથી દેવી સમક્ષ જાનવરોની કતલ કરવામાં આવે છે. વસુરાજા અસત્ય બોલવા માત્રથી કતલની પ્રથા કરોડો વર્ષોથી ચાલુ છે તેથી નરકોમાં ભયંકર વેદના ભોગવનારા થયા. શ્રેણિકના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી તેથી મગધનું રાજ્ય કોણિકને મળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy