________________ 202 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નરકમાં ગયો હતો અને ત્યાંથી જન્મથી જ આંધળો, મૂંગો, બહેરો, કૂબડો જન્મ્યો હતો. બહુસ્સઈદત્ત (બૃહસ્પતિદત્ત) આવાં કત્યોથી મરીને નરકે ગયો. ઓલવાઈય ઉપાંગમાં દેવ અને નારક તરીકેનાં જન્મ (ઉપાડત) અને મોક્ષગમન આ ઉવંગના વિષયો છે. આજથી અનંત ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના આચાર્ય જિનશાસનના ચોવીસમા તીર્થંકર હતા. તેમના શાસનમાં કમલપ્રભ નામે મહાન આચાર્ય હતા. જિનશાસનના આચાર-વિચારાદિ ઉપદેશમાં અજોડ હતા. 5-00 શિષ્યોના અધિપતિ હતા. એવા ભાવમાં રમતા હતા કે એક ભવમાં મોક્ષે જાય. પરંતુ, તે સમયે ચૈત્યવાસી સાધુ ચૈત્યમાં રહી સાવધ કર્મ સેવતા આચાર્ય તેમની સાથે શુદ્ધ ઉપદેશ આપતા. તેમને હલકા પાડવા તેઓ કૃતનિશ્ચયી હતા. એક વાર ભક્તિના આવેશમાં આવી જઈ આચાર્યના ચરણને સ્ત્રીએ સ્પર્શ કર્યો. તેઓએ તે જોયું. તેનો જવાબ આપ્યો. ચોથા વ્રતમાં અપવાદ છે એમ ગભરાટ અને અપયશની બીકથી બોલ્યા ઉસૂત્ર પ્રરૂપણાથી સંસાર વધારી દીધો. કાળક્રમે તેઓ વ્યંતર, ત્યાંથી માંસાહારી, ત્યાંથી કુમારિકાના ઉદરમાં તેણીએ જન્મ આપી તે જીવને જંગલમાં છોડી દીધો. મોટો થતાં માંસ-મદિરાલંપટ થયો. ત્યાંથી સાતમી નરકે ગયો. ત્યાંથી વાસુદેવ પુન: ૭મી નરકે, ત્યાંથી ચૌદ રાજલોકમાં પ્રત્યેક આકાશપ્રદેશમાં ભટકી, પાર્શ્વનાથ ભગવાન કાળમાં મહાવિદેહમાં જન્મી, તીર્થકરનો યોગ પામી સર્વકર્મ ખપાવી આચાર્યનો જીવ છેવટે મોક્ષે સિધાવ્યો. તેથી કહેવાય છે કે જેનો અંત સારો, જેનું છેવટે સારું તેનું બધું સારું. ભગવાન મહાવીર સ્વામીના પટ્ટગણધર ગૌતમસ્વામી એક વાર મૃગાપુત્રને જોવા ગયા હતા. માતાએ છેવટે સાચા મૃગાપુત્રને બતાવ્યા. તે રાજારાણીના કુક્ષિએ જમ્યો હતો. માત્ર માંસનો પિંડ; નહિ હાથ, નહિ પગ, આંખને ઠેકાણે કાણાં, કાનનાં માત્ર ચિહ્નો. તેની માતા માની મમતાથી પ્રવાહી દરરોજ ખવડાવતી; જે અંદર જઈ પરુ-રસીરૂપે બહાર આવતું તેના શરીરમાંથી દુર્ગધ છૂટે તેથી નાકે કપડું ઢાંક્યા વિના તેની નજીક જવાય નહીં. પૂર્વભવમાં તે અક્ષાદિ રાઠોડ નામનો રાજા હતો. મદાંધ બની તીવ્ર પાપો કરેલાં. અનેક પ્રકારની હિંસા, દંડ દીધેલા, કરવેરા વધારેલા, અનાચાર પણ સેવેલા, વળી દેવ-ગુરુની નિંદા તથા તેમનો પ્રત્યેનીક બનેલો પરિણામે મરીને નરકે ગયેલો. ત્યાંથી નીકળી મનુષ્ય ભવમાં આવ્યો તથા રાજપુત્ર તરીકે જન્મ્યો પણ શરીરની આવી દશા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org