SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નરકના નિવાસીઓ - 201 નરકે જનારા બીજા ચક્રવર્તી તે સુભૂમ ચક્રવર્તી છે. તેમની શિબિકા દેવો વડે ઊંચકવામાં આવતી. છ ખંડો જીત્યા પછી સાતમો ખંડ જીતવાની મહેચ્છા રાખી. પાલખી ઊંચકનારા દેવો વિચારવા લાગ્યા કે અમારામાંથી એક જણ તે નહીં ઊંચકે તો કશો વાંધો નહીં આવે. આ રીતે એકી સાથે બધા દેવોએ તે વિચાર ક્રિયામાં મૂક્યો અને સુભૂમ ચક્રવર્તી ત્યાર બાદ સાતમી નરકના સાગરીત બન્યા. કેમ કે, જો ચક્રવર્તી દીક્ષા ન લે તો તેનો અંત નરકમાં જવા રૂપે નિશ્ચિત થાય છે જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી. બ્રહ્મ પિતા અને ચલણી માતાનો પુત્ર બ્રહ્મદત્ત, તેની માતાના વ્યભિચારમાં તે આડો આવતો હોવાથી લાક્ષાગૃહમાં બાળી નાખવા માએ પ્રયત્ન કરેલો પરંતુ પુણ્યોદયે તેમાંથી બચી ગયો પણ આંખો ચોળતાં જે નિકાચિત કર્મો બાંધ્યાં હતાં તેના પરિણામ રૂપે સાતમી નરકમાં જવું પડ્યું. કંડરિક અને પુંડરિક બે ભાઈઓમાંથી પુંડરિકે સંસાર ત્યજી ચારિત્ર ન લીધું જ્યારે કંડરિકે હજાર વર્ષનું સંયમ પાળી મુનિજીવન જીવી જાણ્યું. પોતાના કૃશપ્રાય થયેલા શરીરને દૂધ, ઘી વગેરે પદાર્થોથી સુધારવા ગયા; અને તે પદાર્થોની રસનાની તીવ્ર લાલસા જાગી પડી. તેનાથી ભયાનક કોટિની તીવ્ર કામવાસના ઉત્પન્ન થઈ ગઈ. તેના પરિણામરૂપે હજાર વર્ષનું ઉગ્ર સંયમ પાળનાર કંડરિકે મુનિવેશ ત્યજી લાલસાના અતિરાગથી પુષ્કળ ખાવા લાગ્યા. તેના પરિણામે બે દિવસમાં એટલાં બધાં પાપો બાંધ્યાં કે ઉત્પન્ન થયેલા પાપના પરિપાક રૂપે પેટમાં થયેલી વેદનાથી મરણ પામી તેઓ નરકે ચાલ્યા ગયા. આના જેવું સંભૂતિ મુનિના જીવનમાં બન્યું. એકાદ ચક્રવર્તીની પટ્ટરાણી તે ઉગ્ર તપસ્વીને વાંદવા આવી. તેની સરતચૂકથી તેના વાળની લટ મુનિના ચરણને સ્પર્શી. એક ક્ષણના ચરણસ્પર્શથી તેમાં રહેલાં માદક સુગંધ દ્રવ્યોની સુવાસથી મુનિના અસંખ્ય આત્મપ્રદેશો પર નારી માટેની વાસનાની આગ પ્રજ્વળી ઊઠી. તેમણે નિયાણું કર્યું, એટલું જ નહીં પણ રુક્ષ સંયમ જીવન પ્રતિ પશ્ચાત્તાપ અને અસંતોષ થયો. કરેલા નિયાણા પ્રમાણે તે બીજા ભવમાં ચક્રવર્તી તો બન્યા અને અનેક સુંદરી મેળવી. સંસારના ભોગવટાના પરિણામે જીવનનાં છેલ્લાં વર્ષોમાં અનુભવેલી રિબામણ વગેરેથી તીવ્ર ભોગરસિકતાના પરિણામે તેઓ સાતમી નરકે ચાલ્યા ગયા એટલું જ નહીં, પરંતુ તેની પટ્ટરાણી પણ છઠ્ઠી નરક જઈ ત્યાં રહ્યાં. એકબીજાને યાદ કરી કરીને નૃરી રહ્યાં છે. વિવાગસુવ (વિપાકશ્રત) દુહવિવાગના પહેલા અઝયણમાં મિયાપુત્ત(મુગાપુત્ર)નો અધિકાર છે. પૂર્વભવમાં નિવૃણતાપૂર્વક તીવ્ર પાપો કરેલાં તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy