________________ 200 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પેસી ઇચ્છિત સ્થળે નીકળી શકતો, મત્સ્યની જેમ જળમાં ગતિ કરી શકતો, અનેક પ્રકારનાં વિવિધ મહિમાવાળાં રત્નો ઔષધિ વગેરે તથા મંત્ર, તંત્ર, યંત્ર, તંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા, જેને દક્ષિણ અને ઉત્તર શ્રેણિની સ્વામિની ગૌરી, રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના આદેશ માત્રથી દેવો સદા સેવકની જેમ વાહન ચલાવનારા હતા, જેની પાસે જળ સ્થળમાં ગતિ કરવામાં કુશળ ઘોડા હતા, સમુદ્ર તરવામાં વહાણથી પણ અધિક સમર્થ ચર્મરત્ન હતું, જે હંમેશાં ચૌદ રત્નો, નવ નિધાનાદિના સ્વામી તથા પચીસ હજાર દેવતાથી સેવતો હતો. જ્યારે પુણ્ય પ્રબળ હતું ત્યારે અતહિત રીતે નહિ બોલાવેલ ચક્ર-રત્ન પણ ઉત્પન્ન થઈ તેના હાથમાં આવ્યું અને જેના વડે ભરત જીત્યું હતું; તેનો જ પાપોદય થતાં ચક્ર વિદ્યમાન હોવા છતાં પણ કાર્ય સાધવામાં તત્પર થયું નહિ; અને યાન સમુદ્રમાં પડતાં તે ડૂબી ગયો અને નરકમાં જનારો થયો. કારણ કે યાન ઊંચકનારા બધા દેવોને એકી સાથે આવો વિચાર થયો કે હું એકલો જ નહિ ઊંચકું તો શું થઈ જવાનું હતું? બધાંના આ એકી સમયના આ વિચાર ક્રિયાશીલ બનતાં તે યાન સહિત સમુદ્રમાં ડૂબી ગયો. નરક-ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાંના ભાવોમાં સ્વાર્થોધ, લોભાંધ, વિષયાંધ કે મોહાંધ બનીને જે જીવો સાથે આચરેલાં વૈર, વિરોધ, મારફાડ, ઈર્ષા, અદેખાઈ, ચોરી, બદમાસી, વ્યભિચાર, ચાડી, વિશ્વાસઘાત, કૂર મશ્કરી, દ્રોહ, પ્રપંચ, આરંભ-સમારંભના ઘાતકી કાર્યકલાપો નરકભૂમિમાં ઉત્પન્ન થવાનાં કારણો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ એક વાર પોતાના બ્રાહ્મણ મિત્રને સહકુટુંબ ભોજનાર્થે નિમંત્ર્યા હતા. અદ્વિતીય ચક્રીની રસવંતીએ તેઓને ભાન ભુલાવી સૃષ્ટિ વિરુદ્ધ સંભોગાદિ અકૃત્યો કરવા પ્રેર્યા. જ્યારે 700 વર્ષના આયુષ્યવાળા બ્રહ્મદત્તનાં 16 વર્ષ બાકી હતાં, ત્યારે તેણે વૈરભાવથી કોઈની પાસે ગોફણ દ્વારા તેની આંખો ફોડાવી નંખાવી. ક્રોધાંધ બનેલા બ્રહ્મદત્તે કુટુંબ સહિત તે બ્રાહ્મણને મારી નંખાવ્યો. બીજા પણ અનેક બ્રાહ્મણોની હત્યા કરાવી. પ્રતિદિન થાળ ભરીને મરાયેલા બ્રાહ્મણોની આ પ્રકારની શિક્ષા અનુચિત જણાતાં મંત્રીઓ ગુંદાના ચીકણા ઠળિયાથી ભરેલો થાળ તેની આગળ રજૂ કરતા. ઠળિયાને આંખ સમજી રાજીપા સહિત બ્રહ્મદત્તે 10 વર્ષ સતત અતિશય ચીકણાં કર્મો બાંધ્યાં. એ આંખો ચોળતાં જે આનંદ આવતો તે સ્ત્રીરત્નના સંગમાં પણ ન આવતો ! રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામી તે સાતમી નરકે ગયો. વર્તમાન ચોવીસીના 10 ચક્રવર્તીમાંથી 8 મોક્ષે ગયા જ્યારે બે નરકે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org