________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 219 પામે નહીં પરંતુ જે જીવ અપૂર્વકરણ પામે તે જીવ નિશ્ચિતપણે ગ્રંથિ ભેદે અને અનિવૃત્તિકરણ પામે છે. ત્યાર પછી સમ્યક્ત પામે. આ બંને વગર કોઈપણ જીવ શુદ્ધ ધર્મરૂપ સમ્યક્ત પામે નહીં. તેથી શુદ્ધ ધર્મરૂપ સમ્યક્ત મેળવવા માટે સંપૂર્વકરણ માટે જ મહેનત થવી જોઈએ. જેની પ્રાપ્તિ આત્માના શુભ પરિણામોથી થાય છે. શ્રી સીમંધરસ્વામી ચૈત્ય વંદનની છેલ્લી લીટી કહે છે કે ‘ભાવ જિનેશ્વર ભાણને દેજો સમક્તિ દાન (પ)'. ધર્મના રાગ અને પાપના દ્વેષ થકી જ પાપથી મુક્ત અને ધર્મમય બની જીવ રાગદ્વેષથી મુક્ત થાય છે. અપૂર્વકરણ પામેલો જીવ તરત જ અનિવૃત્તિકરણ પામે છે અને તે થકી આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. કર્મગ્રંથિ ભેદાયા પછી જીવમાં જે પરિણામ પેદા થાય તેને અનિવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે એ પરિણામ પામેલો જીવ સમ્યક્તના પરિણામને પામ્યા વિના પીછેહઠ કરતો નથી. સમ્યક્તને પામેલા પુણ્યાત્માઓએ સમ્યક્તના સંરક્ષણની કાળજી રાખવાની સાથોસાથ, દિનપ્રતિદિન તે વધુ ને વધુ શુદ્ધ બનતું રહે, નિર્મળતા ગુમાવે નહીં, તેનો ક્ષય ન થાય તે માટે પુરુષાર્થ કરવો જોઈએ. વિષયકષાયની અનુકૂળતાના રાગે તેમ જ વિષયકષાયની પ્રતિકૂળતાના ઢષે આત્માની ખરેખરી પાયમાલી કરી નાંખી છે ! સાર-સંક્ષેપરૂપે જરા વિહંગાવલોકન કરીએ. નદીગોલપાષાણ ન્યાયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યારપછી શુદ્ધ અધ્યવસાયાદિથી શુદ્ધયથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે અને તે પછી અનિવૃત્તિકરણ કરી શુદ્ધ આત્મ ધર્મસ્વરૂપ સંખ્યત્વ ગુણ પામે છે જેને વધુ ને વધુ સુનિર્મળ, ટકાઉ બનાવવા માટે યોગ્ય સુપુરુષાર્થ કરવો હિતાવહ છે. સભ્યત્ત્વનાં પાંચ લક્ષણો છે તે તરફ વળીએ. સમ્યત્વ ઘણું મહત્ત્વનું તેમ જ દુર્લભ પણ છે. સમ્યક્ત પામ્યા પછી બધા જીવો તેને ટકાવી શકે કે ભવના અંત સુધી જીરવી શકે તે શક્ય નથી તેથી તેને ટકાવવા તથા નિર્મળ બનાવવા ખૂબ જ કાળજી રાખવી જોઈએ. કેટલાંક જીવો નિમિત્તવશાતુ કે નિકાચિત કર્મોના ઉદયથી તેને ગુમાવી દે છે. છતાંય તેઓ અર્ધપગલપરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામશે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે; તે વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્રમોહનીયાદિના ઉદયે અસત્ ક્રિયાઓ સમ્યક્ ગુણને લીધે નિર્જરાનું કારણ બનાવી શકે છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ પાંચ લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ પાંચને શાસનમાં સમ્યગ્દર્શન ગુણનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org