________________ 220 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન લક્ષણો બતાવ્યાં છે. આત્માને સૌપ્રથમ આસ્તિક્ય પ્રથમ થાય, પછી અનુકંપા, ત્યારપછી નિર્વેદ, સંવેગ અને ઉપશમ. એ પાંચને શાસનમાં સમ્યગ્દર્શન ગુણનાં લક્ષણો બતાવ્યાં છે. લાભનો ક્રમ આ પ્રમાણે હોવા છતાં પણ કેટલીક જગ્યાએ પશ્ચાનુક્રમથી વર્ણન કર્યું છે. પહેલા કરતા બીજાની, બીજા કરતાં ત્રીજાની અને ચોથા કરતાં છેલ્લાની મહત્તા વધુ છે. સમ્યગ્દર્શન પામેલા પુણ્યાત્માનો સંવેગ અનુપમ કોટિનો હોય છે. એનું અંતર માત્ર મોક્ષ માટે પ્રાર્થના કરતું હોય છે. મોક્ષનાં સાધનો છોડી બીજી કોઈ વસ્તુ પ્રાર્થનાઈ લાગતી નથી. મોક્ષ સુખ સાચું છે અને તે સિવાયનું સુખ સુખાભાસ છે. દુ:ખરૂપ છે. તેનો નિર્વેદ એવો છે કે ચાર ગતિ પૈકી કોઈ પણ ગતિમાં રહેવા ઈચ્છા હોતી નથી. સંસાર પ્રત્યે મમત્વ રહેતું નથી. પંચમ ગતિ સિવાય કશાની અપેક્ષા નથી. આ પુણ્યાત્માઓની અનુકંપા અસાધારણ કક્ષાની હોય છે. સમ્યગ્દર્શન પામેલો પુણ્યાત્મા ભયંકર એવા ભવસાગરમાં દુ:ખથી પીડાતા પ્રાણીઓ પ્રત્યે દ્રવ્યથી અને ભાવથી અનુકપા કરે છે. તેનું હૃદય તેઓ પ્રત્યે મૃદુ, કોમળ, દયાદ્રિ કંઈક કરી છૂટવા તત્પર હોય છે. આ પુણ્યાત્માઓનું આસ્તિક્ય એવું છે કે “તમેવ સર્ચ જે જિર્ણહિં પવેઇ' તેમાં જરાપણ છૂટછાટ મૂકવા તૈયાર હોતા નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્મા કર્મોના તેવા પ્રકારના ક્ષયોપશમ ભાવના સુયોગે એવો ઉપશાંત, સંવેગયુક્ત, નિર્વેદવાળો, અનુકંપાશીલ અને આસ્તિક્યધારી બને છે જેથી મોહનીય કર્મના ઉદયે થતી વેદનાથી રહિત બને છે. તેઓ ભવદુઃખની વેદનાથી રહિત બને છે. વળી આવા પ્રકારના ઉપશાંતાદિ ભાવોના પ્રગટીકરણ માટે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કષાયોના ઉદયાભાવની-અનુદયની અપેક્ષા રહેતી નથી; માત્ર અનંતાનુબંધી કષાયોના ઉદયાભાવની અપેક્ષા રહે છે. આ પાંચ લક્ષણોમાં પ્રથમ આસ્તિક્યનો લાભ, ત્યાર પછી અનુકંપા નિર્વેદ, સંવેગ અને છેલ્લે શમ કે પ્રશમનો લાભ થાય છે. સર્વ સાવધ યોગો ત્યજી વ્યક્તિ સામાયિક કરવા બેસે છે. મુહપત્તિ, કટાસણું, ચરવળો જે પ્રતીકાત્મક છે તેનો ઉપયોગ કરી સામાયિક0 વ્યક્તિનું ધ્યેય સમતા પ્રાપ્ત કરવાનું છે. સમતાથી શમ કે પ્રશમ મળે છે. સામાયિકનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે સમણો ઇવ સાવ હવઈ જલ્પા. સમતાધારી ક્ષમાશીલ હોય છે. તેથી જૈન સાધુને તપશ્રમણ, જ્ઞાનશ્રમણાદિ ન કહેતાં ક્ષમાશ્રમણ કહે છે. શરમ એટલે શમવું, શાંત થઈ જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org