________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 221 અનંતાનુબંધી કષાયોનો વિપાકોદય જોરદાર ન રહેતાં મંદતમ બની જાય તેમ તેમ પ્રશમ ભાવ વૃદ્ધિને પામે છે. આ પાંચ લક્ષણોના સ્વરૂપને બરોબર સમજી વિચારાય, તેને આચરણમાં મુકાય તો તે રીતે જીવ અપૂર્વકરણને અને તે દ્વારા રાગદ્વેષના પરિણામરૂપ ગ્રંથિને ભેદી અનિવૃત્તિકરણ અને પછી સમ્યગ્દર્શન પામી શકે છે. જીવનું મોહનીય કર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. દર્શનમોહનીય અને ચરિત્રમોહનીય. સમ્યક્તીને મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમાદિ થયેલા હોય, પરંતુ ચારિત્રમોહનીયનો થયેલો ન પણ હોય. મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ વગર વિરતિ નહીં અને તેથી ગ્રંથિભેદ નહીં અને સંવેગ સ્વસ્વરૂપમાં પ્રગટતો નથી. ચારિત્ર-મોહનીયાદિના ઉદય સામે સાવધ ન રહે તો સમ્યક્વીનું પતન પણ થઈ જાય. મિથ્યાત્વ ગયા પછી સમ્યક્ત પ્રગટે, ફરી પાછો મિથ્યાત્વનો ઉદય થઈ જાય તો પણ અર્ધપગલપરાવર્તકાળથી ઓછા કાળમાં મુક્તિ પામે જ. ભૂષણો પછી સમ્યત્ત્વનાં પાંચ દૂષણો જેવાં કે શંકા-કાંક્ષા-વિચિકિત્સામિથ્યાદષ્ટિની પ્રશંસા અને તેમનો પરિચય છે. આ પાંચ સમ્યક્તના અતિચારો છે. વંદિત્તા સુત્રની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે “સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસ સમ્મત્તરૂઇયારે પડિક્રમે રાઈએ સવ્વ.' પુણ્યના ઉદયથી ઉત્તમ સામગ્રી પામેલો આત્મા દર્શન-જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી વિવેક પામી, તેના પ્રતાપે જિનધર્મ પામ્યો. જિનધર્મ પામીને દર્શનમોહનીયના કર્મના ઉદયથી શંકાદિથી કલુષિત મનવાળો આત્મા ગુરુવચનને ન સદહે. “તમેવ સર્ચ નિઃસંક્ક જે જિPહિ પવેઇએ.' આ કથનમાં જરા પણ શંકા ન રાખવી. જે રાખે તેને શંકા દૂષણવાળો ગણાય. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે હૃદયંગમ શબ્દોમાં જણાવ્યું છે તે “દરેક બાબતમાં મુક્તિ ન હોય, આગમ ઉપર શ્રદ્ધા કેળવો” “સમક્તિ દૂષણ પરિહરો, તેમાં પહેલી શંકા રે, તે જિન-વચનમાં મત કરો, જેને સમ ગૃપ રંકા રે 1 આમ પરમાત્મા જેઓ કેવળી છે તેમના વચનમાં શંકા માટે કારણ નથી કેમ કે “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ” - કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં (2-17) લખ્યું છે કે, “શંકા' આદિ એટલે 1. શંકા, 2. કાંક્ષા, 3. વિચિકિત્સા, 4. મિથ્યાષ્ટિઓની પ્રશંસા અને 5. મિથ્યાદષ્ટિઓનો પરિચય. આ નિર્દોષ એવા સમ્યક્તવને અતિશયપણે દૂષિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org