________________ 222 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બીજા કાંક્ષા દોષ માટે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કાંક્ષા દોષનું સ્વરૂપ અને પરિણામ સમજાવતાં લખે છે કે, “કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનોનો ગ્રહ. તે કાંક્ષા પણ બે પ્રકારની છે. એક સર્વવિષયા અને બીજી દેશવિષયા. સર્વવિષયા એટલે સઘળાય પાખંડીઓના ધર્મને ઇચ્છવારૂપ અને દેશવિષયા એટલે એક કે અનેક દર્શનને વિષય કરનારી જેમ કે સુગતે સ્નાન, અન્ન, પાન, આચ્છાદન ને શયન આદિના સુખનો અનુભવ કરવા દ્વારા અફ્લેશકારી ધર્મ ભિક્ષુઓ માટે ઉપદેશ્યો છે...' યોગશાસ્ત્ર પ્રકાશ 2, શ્લોક 17 વૃત્તિ. - ત્રીજો દોષ વિચિકિત્સા - વિચિકિત્સા એટલે ચિત્તનો વિપ્લવ, વિચિકિત્સા એટલે નિદાન. તે સુંદર આચારોને ધરનારા મુનિવરોને વિષય કરનારી છે. શ્રી સમ્યક્તસપ્તતિકાના કર્તા પરમર્ષિ તેનું વર્ણન કરતાં જણાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવના વચનથી આરાધનાના ફળ પ્રત્યે સંદેહ એનું નામ વિચિકિત્સા એટલે મુનિજનો વિષે જુગુપ્સા કરવી તે.' યોગશાસ્ત્ર, પ્રકાશ 2, શ્લોક 17 વૃત્તિ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ વિચિકિત્સાનું સ્વરૂપ આલેખતાં જણાવ્યું છે કે : સંશય ધર્મના ફળ તણો, ‘વિતિગિચ્છા' નામે, ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે.” કાંક્ષા માટે એ મહાપુરુષે કહ્યું છે કે, “સુરતરુને છોડીને બાવળિયાને વળગવાનું કામ ડાહ્યાનું નથી અને જિનમત એ સુરતુર જેવો છે ત્યારે અન્ય મતો બાવળિયા જેવા છે.' ચોથો દોષ મિથ્યામતિની પ્રશંસા છે. ગુણાનુરાગના નામે મિથ્યાદષ્ટિની પ્રશંસા એ એક દોષ છે. અનુમોદના જેવી બધી વસ્તુ વખાણવા લાયક હોતી નથી. દાન સારું પણ ચોરના દાનની પ્રશંસા ન થાય. શું વેશ્યાની સુંદરતાના વખાણ થાય ? વિષ્ટામાં પડેલા ચંપકના પુષ્પને સુંઘાય ? ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે : ' મિથ્થામતિ ગુણ વર્ણનો, ટાળો ચોથો દોષ ઉન્માર્ગી, ઘુણતાં હુવે, ઉન્માર્ગનો થાય પોષ.' કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ચોથો દોષ વર્ણવતાં યોગશાસ્ત્રમાં લખે છે કે “જે આત્માઓની દષ્ટિ મિથ્યા એટલે જિનેશ્વરદેવના આગમથી વિપરીત હોય છે, તેઓની પ્રશંસા કરવી એ સમ્યક્તનું દૂષણ છે. તેના ઉદાહરણ સહિત બે પ્રકારો જેવાં કે સર્વવિષયક અને દેશવિષયક (યોગશાસ્ત્ર પ્રકાર 2, શ્લોક 17 વૃત્તિ). પ્રમોદ ભાવનાના મર્મને સમજી શક્યા નથી. તેઓ શું એમ કહેશે કે જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org