________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 223 હીરા જડેલ હોય તેવી બધી જ વસ્તુ માથે મુકાય, મોજડીમાં હીરા જડેલાં હોય તો તે પગે જ પહેરાય, માથે ન મુકાય.' શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ : મને વીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેણે જ ગ્રહણ કરવું જોઈએ (લોકતત્ત્વ નિર્ણય 1). પરંતુ તેઓ નમામિ વીર કહે છે પણ નમામિ કપિલે કહેતા નથી. બીજું શાસ્ત્રોમાં અભવ્યનું વર્ણન છે પણ પ્રશંસા નથી. આનંદઘનજીએ સત્યનું સમર્થન કરતી સ્પષ્ટભાષિતાને જતી નથી કરી. શ્રી ઋષભદેવસ્વામીના જીવનમાં : કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશા સામાની આ વાત લખી તરત જ પોતે લખ્યું કે -- ‘દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ' ઈશ્વરની લીલાને માનનારા ઈશ્વરનું ઈશ્વરપણું ભૂલી જાય છે. કેમ કે ઈશ્વરને વીતરાગ કહેવા અને લીલા કરનારા કહેવા તે ઈશ્વરનું ઉધાડે છોગ લીલામ છે. - પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય. દુનિયાદારીના સંબંધ મળવું પડે તે કરતાં બેસવા-ઉઠવાનો ગાઢ સંબંધ તે સાચો પરિચય ગણાય, કેમ કે તેની અસર લાંબી અને ગાઢ હોઈ શકે. મિથ્યામતિના પરિચયે પૂર્વના ચારે દોષો આત્મામાં પરિણામ લાવી પ્રવેશી શકે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજીએ કહ્યું છે કે મિથ્યામતિના પરિચયથી દઢ સમ્યક્તમાં પણ ભેદ થાય તો સામાન્ય સમ્યક્તનું તો પૂછવું જ શું? મિથ્યામતિ પાસે રહેવાથી એની ક્રિયા જોવાથી, વાતચીતના અતિ પ્રસંગે શંકા ઉત્પન્ન થઈ શકે. દઢ સમ્યસ્વી જો પલટી ખાઈ જાય તો સામાન્ય અગર નવા ધર્મીનું પૂછવું જ શું? સમક્તિએ આ પાંચે દોષોથી દૂર રહેવું જોઈએ. સમર્થ આત્મા માટે કાયદો જુદો છે. તે તેઓને પહોંચી વળે તેમ છે. તમાકુના ખેતરને વાડની જરૂર નહીં, પાકના ખેતરને જરૂર રહે. ડાહ્યા પણ મૂર્ખના પ્રસંગે મૂર્ખ બને. નીતિકારો કહે છે કે, “ન મૂર્ખને સંસર્ગ: સુરેન્દ્રભવનેધ્વપિ.” મૂર્તો સ્વર્ગને પણ નરક બનાવે ! કિંમતી સમ્યક્તની રક્ષા કરવી જોઈએ. પૈસો, માન, પાન, સાહ્યબી વગેરે જો આત્માને મૂંઝવે તો બોલકો મિથ્યાત્વી શું ન કરે ? ટૂંકમાં જ આ પાંચે દોષો જાય તો સમ્યત્વ દઢ બને. શંકા તથા કાંધા કરનાર પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું હારે, મિથ્યામતિની પ્રશંસા કરનાર પોતે ડૂબે, બીજા અનેક ડુબાડે. સમ્યક્તના 67 બોલો આ પ્રમાણે છે : ચાર સદ્ધરણા, ત્રણ લિંગ, દસ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણો, આઠ પ્રભાવકો, પાંચ ભૂષણો, પાંચ લક્ષણો, છ યાતનાઓ, છ આગારો, છ ભાવનાઓ, છ સ્થાનકો. સમ્યક્તના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org