________________ 224 ધર્મનાં સ્વાધ્યાય-સુમન સડસઠ પ્રકારો સમજી જે જીવનમાં ઉતારે છે તેનાં રાગ, દ્વેષ ક્રોધ, માન, માયા અને લોભ પાતળા પડે છે. તેનો ઘણો સંસાર કપાઈ જાય છે. તે આત્મા થોડા સમયમાં, થોડા ભવોમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સમ્યક્તના ઉપર નિર્દેશેલા બાર વિભાગોમાં સડસઠ ભેદો બતાવ્યા છે. તેમાંથી કોઈપણ એક વિભાગમાં કહેલા પ્રકારો બરાબર સમજી જીવનમાં ઉતારનારને સમ્યક્ત હોય છે, ન હોય તો તે પ્રાપ્ત થાય છે અને હોય તો તે ટકી રહે છે. શાસ્ત્રમાં જે નવ તત્ત્વોને જાણે અથવા શ્રદ્ધાપૂર્વક માને તેને સમ્યક્ત હોય છે એમ કહેવું છે. શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યક્તને અતુલ ગુણોનું નિધાન, સર્વ કલ્યાણનું બીજ, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ, પાપરૂપી વૃક્ષને માટેનો કુહાડો અને ભવ્ય જીવોનું લક્ષણ કહ્યું છે. સમ્યગ્દર્શનના આઠ અતિચારો આ પ્રમાણે છે : નિઃશંકપણું, નિષ્કાંક્ષિતપણું, નિવિચિકિત્સા, અમૂઢદષ્ટિપણું, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. પ્રશંસા કોની થાય તે માટે મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે : “મિથ્થામતિ ગુણવર્ણનો ટાળો ચોથો દોષ; ઉન્માર્ગી થુણતાં હુવે, ઉન્માર્ગનો પોષ.” સ્થિરીકરણ - ધર્મ પામેલા આત્માને વધુ સ્થિર કરવો તે માટે શાસ્ત્રવિહિત ઉપાયો યોજવા. શ્રેણિક રાજા જ્યારે શાલિભદ્રની દીક્ષા જાણે છે, આગળ પાછળનો ઊહાપોહ કર્યા પછી એને કહે છે: “ધન્યોડસિ કૃતપુણ્યોડસિ' તેવી રીતે ધન્ના કાકંદી મા પાસે સંયમ લેવા ગયા, અનુમતિ યાચવા ગયા ત્યારે મા કહે છે : અનુમતિ વત્સ ! કો ન દેશે, પાડોશી સંયમ લેશે.' મા કહે છે તે માટે પાડોશી પણ અનુમતિ ન આપે કારણે અમે મોહમાં પડેલાં છીએ. શ્રેણિક રાજાને વિરતિના પરિણામ સ્પર્શી શકતા ન હતા પરંતુ જ્યાં જ્યાં વિરતિ જોતાં તે વખતના ઉદ્ગાર આવા હતા કે તે વસ્તુ માટે મારું પુણ્ય નથી. પુણ્યશાળીઓ આ માટે ડગ ભરી શકે ! વાત્સલ્ય - શક્તિ મુજબ સાધર્મિકનું વાત્સલ્ય કરવું. આ વાત્સલ્યમાં કરુણા નથી પણ ભક્તિ છે. તેઓ પ્રત્યે ભક્તિભર્યો ભાવ હોય. પ્રભાવના - શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય તેવી ક્રિયા, પ્રવૃત્તિઓ કરવી. શાસનમાં આઠ પ્રભાકરના પ્રભાવકો કહ્યા છે જેમ કે પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org