________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 225 ધર્મકથી માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે : ધર્મકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ, નિજ ઉપદેશે જે જે લોકને, ભંજે હૃદય સંદેહ.” વાદી માટે તેઓ જણાવે છે : વાદી ત્રીજો રે તર્કનિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ, રાજદ્વારે રે જયકમલા વરે ગાજંતો જિમ મેહ, ધન ધન શાસન મંડન મુનિવરા તપરવી માટે તેઓ જણાવે છે : તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા પંચમ તપસી તે જાણ. વિદ્યાવાન માટે લખે છે : છઠ્ઠો વિદ્યા રે, મંત્રતણો બલી જિમ શ્રી વયર મુણદ સિદ્ધ માટે લખ્યું છે : સિદ્ધ સાતમો રે, અંજન યોગથી જિન કાલિક મુનિચંદ' કવિ વિષે લખ્યું છે : કાવ્યસુધારસ મધુર અર્થભર્યા ધર્મહતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા રીઝવે અટ્ટમ વર કવિ તેહ. કેટલાંક પ્રભાવકો માટે આ પ્રમાણે લખી પ્રભાવકો કોઈ ન હોય ત્યારે - જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણી કરે તેહ પ્રભાવક છે. ધન ધન શાસન મંડન મુનિવરા. એટલે કે યાત્રી, પૂજાદિ ધર્મકરણી વિધિપૂર્વક કરનારા શાસન પ્રભાવકો છે. કેવી રીતે દેરાસરમાં દર્શન, વંદન, ચૈત્યવંદનાદિ કરવા જોઈએ? મોક્ષ માટેની માંગણી કેવી રીતે થાય છે? “આપો આપોને મહારાજ ! અમને મોક્ષસુખ આપો” આ લીટી આરોહઅવરોહ સાથે અનેક વાર બોલાય પણ તે ગતાનગતિક રીતે, રાગડા તાણી, ગ્રામોફોનની રેકોર્ડની જેમ, પરંતુ તેમાં ગગદભાવ, સમર્પણ, નિરાશંસવૃત્તિનો અભાવ હોય છે. જૈન-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org