________________ મહાવીર સ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થકરો - 71 ભગવાન મહાવીરસ્વામીના સમયના જે નવ ભવ્ય જીવો આગામી ઉત્સર્પિણીમાં તીર્થકર થશે તેમાં આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર તથા ભાવિ પ્રથમ તીર્થંકર પદ્મનાભ (શ્રેણિક મહારાજ) તે બંનેમાં નિમ્નલિખિત આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓનું સામ્ય છે : (1) મહાવીર-પદ્મનાભની દેશનામાં સામ્યત્વ (2) વિહારભૂમિ ક્ષેત્રસ્પર્શનામાં સમાનતા (3) સંપત્તિમાં સામ્યત્વ :- 11 ગણધરો, 9 ગણો (બંનેને) (4) બંનેની વયમાં સમાનતા, બંને 72 વર્ષના (5) મહાવીરના સમકાલીન નવ તીર્થંકર થશે; પદ્મનાભના નવ અણગારો જેવાં કે પઉમ, પઉમગુમ્મ, લિણ, ણલિણગમ્મ, પીપદ્ધય, ધણુદ્ધય, કણરહ, અને ભરહ થશે. - ઠાણાંગ, અ. 9, સૂત્ર 625 ઠાણાંગ અ. 9, સૂત્ર 693 પ્રમાણે કૃષ્ણાદિ ભાવિ તીર્થકરો ચતુર્યામ ધર્મોપદેશ કરે છે. વળી ઠાણાંગ અ. 4, સૂત્ર 286 પ્રમાણે મધ્યના 22 તીર્થકરો તથા મહાવિદેહના તીર્થકરો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે. સમ. સૂ. ૧૫૮માં આગામી ઉત્સર્પિણીના ર૪ તીર્થકરોનાં નામો, તેઓના પૂર્વ ભવનાં નામો, આ 24 તીર્થકરોનાં 24 માતાપિતા, 24 પ્રથમ શિષ્યો, 24 પ્રથમ શિષ્યાઓ, 24 ભિક્ષાદાતાઓ તથા 24 ચૈત્યવૃક્ષો હશે. ઠાણાંગ અ. 9, સૂ. દ૯૩માં જણાવ્યા પ્રમાણે અવસર્પિણીના અંતિમ તીર્થકર ભગવાન મહાવીર અને ઉત્સર્પિણીના પ્રથમ તીર્થંકર પદ્મનાભના સિદ્ધાંતોમાં સામ્ય છે, જેમ કે એક જ આરંભસ્થાન, બે બંધનો, ત્રણ દંડ, ચાર કષાયો, પાંચ કામગુણો, છ જીવનિકાય, સાત ભયસ્થાનો, આઠ બ્રહ્મચર્યગુપ્તિ, ભોજન વિષે, પાંચ મહાવ્રતો, પાંચ અણુવ્રતો, સાત શિક્ષાવ્રતો, બાર શ્રાવકધર્મો, શાતર પિંડ, રાજપિંડનો પ્રતિષેધ. આ રીતે આશ્ચર્યકારી અને આહુલાદકારી બંનેનું આવું સામ્ય નોંધપાત્ર તથા વિચારણીય છે ને ! વંદન-નમસ્કારાદિથી કર્મોનો ક્ષયોપશમ થાય છે તેથી અંતમાં નોંધીએ કે - અનંતચોવિશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ; કેવળધર મુગતે ગયા, વંદું બે કર જોડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org