SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચારની ચોકડી મનુષ્યાદિના જીવનમાં શુભાશુભ લેશ્યાઓ દ્વારા થતાં અધ્યવસાયો મરણોત્તર ભાવિ જીવનના નિર્દેશક બને છે. તીવ્રતર આર્તધ્યાન તથા તીવ્રતમ રૌદ્રધ્યાન નરકગતિનાં કારણો ગણાવી શકાય. ભાવનાનું અદ્વિતીય બળ છે તેથી તો દઢપ્રહારી, વંકચૂલ, ચિલાતીપુત્રે નકરમાં જાય તેવાં દૂર કર્યા, પણ એમનો આયુષ્યનો બંધ પડેલો નહિ એટલે નિમિત્ત મળતાં પાપનો બંધ તોડી આત્મકલ્યાણ કર્યું. આ સંદર્ભમાં કેટલાંક દષ્ટાંતો અને તેમાં રહેલું તત્ત્વ સમજીએ. રસ્તે ચાલનારની આંગળીઓ કાપી, તેનો હાર બનાવી પહેરતો હતો તેથી તેનું નામ અંગુલિમાળ પડ્યું. ભગવાન બુદ્ધનો સમાગમ થતાં તેના જીવનની તાસીર બદલાઈ ગઈ. હિંસાનું તત્ત્વજ્ઞાન જાણ્યા પછી અહિંસકનું જીવન જીવી કલ્યાણ સાધ્યું. જીવનમાં પલટો ખાવાનો પ્રસંગ સંયતિરાજા માટે હતો. શિકાર કરેલો મૃગ મુનિનાં ચરણમાં પડ્યો. મુનિના મૃગનું મૃત્યુ થશે તો કોપાયમાન મુનિથી કરોડો લોકો ભસ્મીભૂત થઈ જશે. તેથી વંદન કરી મુનિની માફી માંગી. મુનિએ કહ્યું : “હે રાજન, અભયો પWિવા તુમ્ભ, અભયદાયા ભવાહિ.” પાપથી ખરડાયેલા જીવનને અહિંસામય બનાવ. તેમના એક વચને તે હિંસક મટી અહિંસક બન્યો, ભોગી મટી યોગી બન્યો. કેવો પ્રતાપ અહિંસાનો ! ખૂનીમાંથી મુનિ બન્યા. યજ્ઞની પૂજા કરવા નગર બહાર ગયેલા અર્જુનમાળી અને તેની પત્ની બંધુમતીને જોઈ છ જણાની ટોળી તોફાને ચઢી. બંધુમતીનું અનેરું સૌંદર્ય જોઈ કામાતુર થયેલા તેઓએ પતિને બાંધી પત્ની સાથે ભોગ ભોગવવા લાગ્યા. અર્જુનમાળી યક્ષને કહે છે અમારી પૂજા વ્યર્થ ગઈ, તું સાચો દેવ નથી, પથ્થર લાગે છે. તેથી કોપાયમાન થયેલા યક્ષે ભારે ગદા ઉપાડી છ જણા તથા પત્નીનો નાશ કર્યો. સાતનો ઘાટ ઘડ્યો. આ રીતે તે મહિનાઓ સુધી એક સ્ત્રી તથા છ પુરુષોની હત્યા કરવા લાગ્યો, તેથી જ્યાં સુધી સાતની હત્યા ન થાય ત્યાં સુધી નગરના દરવાજા બંધ રહેતા. ભગવાન મહાવીરની રાજગૃહીમાં પધરામણી થતાં ભગવાનનો ભક્ત સુદર્શનનગરના લોકોની મના છતાં કાર્ય સાધયામિ યા દેહં પાતયામિ' સૂત્રને ચરિતાર્થ કરવા વગર હથિયારે જવા લાગ્યો. ભગવાનનું નામસ્મરણ કરતો તેની પાસે પહોંચ્યો. શેઠે અરિહંતાદિ ચારનું શરણ સ્વીકાર્યું, ધ્યાનસ્થ થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy