________________ ચારની ચોકડી 73 પંચપરમેષ્ઠિની શક્તિથી ગદા થંભી ગઈ, જમીન પર તે પટકાઈ ગયો. નિસ્તેજ, નિશ્ચન્ટ, નિષ્ઠાભ થઈ ભગવાનના ભક્ત આગળ નમી ગયો. તેણે ભગવાન પાસે દીક્ષાની માંગણી કરી. ભગવાને તે સ્વીકારી. હવે તે મુનિ અર્જુનમાળી થયો. ઘોર તપશ્ચર્યા આદરી. છઠ્ઠના પારણે તેઓ છઠ્ઠ કરવા લાગ્યા. ગોચરી માટે તેઓ નગરમાં જતા ત્યારે લોકો કડવાં વેણ સંભળાવે છે, ગાળો દે છે, ઘૂંકે છે, ઈટ, પથ્થર, લાકડીનો પ્રહાર કરે છે, હત્યારો કહે છે વગેરે વગેરે. ભગવાનની વાણીના અમીપાન પછી પાપને ખાળવા સમતાભાવ રાખી પરીષહો છ મહિના સુધી સહન કરે છે. અપૂર્વ સમતા કેળવી પાપનો તીવ્ર પશ્ચાત્તાપ કરી કેવળજ્ઞાન મેળવીને નિર્વાણ પામે છે. આવો પાપાત્મા પણ જન્મમાં કરેલી આરધનાના બળે ચાર શરણાનું અનન્યભાવે શરણું લેવાથી, ભગવાનની ભક્તિ રૂપી નામસ્મરણના રટણથી તથા તીવ્ર પશ્ચાત્તાપથી શું મેળવી શકાય તે આ પ્રસંગથી સમજી શકાય છે. ચિલાતીપુત્રનો જન્મ રાજગૃહીમાં એક ગરીબ દાસીના પેટે થયો હતો. એક શેઠને ત્યાં તે મોટો થયો. પરચૂરણ ઘરકામ તથા બાળકોને તે રમાડતો. શેઠને ચાર પુત્ર પર એક પુત્રી. દર્શન માત્રથી તે સુખ ઉપજાવતી હતી તેથી તેનું નામ સુષમા રાખ્યું. રમાડતાં રમાડતાં સુષમા જ ચિલાતીનું જીવન બની ગઈ. પૂર્વ જન્મના લેણાદેણીથી તે બંને અહીં ભેગા થયા હતા. નારાજ બનેલા શેઠે તેને કાઢી મૂક્યો. તેનો જીવ સુષમામાં ભરાઈ રહ્યો. ત્યાર પછી બે ઠેકાણે નોકરીમાં ચિત્ત ન ચોંટતાં તે જુગારી બન્યો અને તે દ્વારા આનુષંગિક દુર્ગુણો જેવા કે ચોરી, મદ્યપાન, વેશ્યાગમન અને મારફાડ કરતો થઈ ગયો. તે ચોરપલ્લીમાં પહોંચ્યો અને તેના સાહસ, નિર્દયતા અને ક્રૂરતાથી પલ્લીપતિનો કૃપાપાત્ર બન્યો. તેથી તે ચોરી, ધાડ પાડવી, લૂંટફાટ, ખૂન કરતો થઈ ગયો. તેણે એક વાર સારી તૈયારી કરી સાર્થવાહને ત્યાં ધાડ પાડી. સાથીદારોના હાથમાં પુષ્કળ માલ આવ્યો. તે હજી સુષમાને ભૂલ્યો ન હતો. સુષમાને શોધી તેનું હરણ કરી તે ભાગી નીકળ્યો. ધન્ય સાર્થવાહે જાણ્યું કે પુષ્કળ માલ સાથે સુષમાને ઉપાડી ગયો છે તેથી તેનો પીછો કર્યો. તેણે જાણ્યું કે શેઠ સુષમા માટે જ પીછો કરે છે તેથી તલવારના એક ઝાટકે સુષમાનું માથું ઉડાવી, ધડ ત્યાં રહેવા દઈ ભાગ્યો. સાર્થવાહ પોતાની પુત્રીની કરપીણ હત્યા થયેલી જોઈ કલ્પાંત કરી પાછો ફર્યો. તે આગળ વધ્યો. જંગલમાં જાનવરોના ચિત્કારથી તે ડર્યો નહિ. ભૂખ-તરસ લાગવાથી તેણે એક વૃક્ષ નીચે સાધુ જોયા. ત્યાં જઈ તેમને ધર્મ સંભળાવવા વિનંતિ કરી; નહીં તો સુષમા જેવા હાલ કરીશ. મહાપુરુષો ધમકીથી ડરતા નથી હોતા. ચારણલબ્ધિ પ્રાપ્ત કરેલા આ સાધુ ઉચ્ચકોટિના હતા. તેમણે ત્રણ શબ્દો જેવા કે ઉપશમ, વિવેક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org