SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 74 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સંવર વડે સંબોધન કર્યું અને પોતાની લબ્ધિ વડે આકાશમાં ગમન કરી ગયા. ચિલાતીપુત્ર તે શબ્દો પર વિચાર કરે છે. વિમર્શ કરતાં કરતાં વિચાર્યું કે સાધુ શક્તિશાળી, ચમત્કારી હતા. તેમની વાત મગજમાં ઠસી ગઈ. રિાતન-મનનથી તેમના ઉપદેશનો મર્મ સમજ્યો. જ્ઞાન બહારથી નથી આવતું. તે અંદરથી પ્રગટે છે. તેમાં ચિંતન-મનન નિમિત્ત બને છે. તે હવે સમજ્યો કે ઉપશમ એટલે ઉપશમવું, શાંત પડવું, ક્રોધ છોડી દેવો. ક્રોધના પ્રતીકરૂપ તલવાર તેણે ફેંકી દીધી. વિવેક પર વિચાર કરતાં સ્વજનોનો, તન, ધનાદિનો મોહ છોડ્યો. મોહનું કારણ સુષમાનું મસ્તક ફેકી દીધું. ત્રીજા સંવર પદ પર વિચાર કરતાં સમજાયું કે ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિઓ રોકવી. તેથી મનને રોકવા શાંત થઈ, સ્થિર ચિત્તે ઊભો રહ્યો. સંવર દ્વારા સાધુતા આવી. તે ભાવસાધુ બન્યો. શુભ કર્મના ઉદયે જંગલમાં મંગલકારી સાધુનાં દર્શન થયાં, ઉપદેશના વચન પર શ્રદ્ધા થઈ, જે સમજાયું તે અમલમાં મૂક્યું, પરિણતિ થઈ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે : ચત્તારિ પરમંગાણિ, દુલ્લાહાણીહ જંતુણો માણુંસાં સુઈ સદ્ધા, સંજમંમ્મિય વીરિય ભાવસાધુની કોટીમાં પહોંચી ગયેલો ચિલાતી ધ્યાનમાં મગ્ન છે, તેનો દેહ તાજા લોહીથી ખરડાયેલો છે, તેની ગંધથી વનકીડીઓ તેના શરીર પર ચઢી ચટકા ભરવા લાગી. એક ચટકે ઊંચાનીચા થઈ જવાય. અહીં સંકડો કીડીનું વિશાળ સૈન્ય છે. ઉપશમનું રહસ્ય સમજેલો તેણે કીડી પર ક્રોધ ન કર્યો, વિવેકથી શરીરની મમતા ન રાખી, સંવરના રહસ્યથી દુઃખનો પ્રતિકાર ન કર્યો. કીડીનો ઉપદ્રવ ઘડી બે ઘડીનો નહીં, પણ પૂરા અઢી દિવસ ચાલ્યો. પરીષહ સમતાપૂર્વક સહ્યો. જ્યારે તેણે દેહ છોડ્યો ત્યારે ચિત્તમાં શાંતિ હતી, સમતા હતી, સમાધિ હતી. સ્વર્ગે સિધાવી તે દૈવી સુખ ભોગવવા લાગ્યો. મનુષ્યના જીવનમાં કેવું પરિવર્તન આવે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. જે નિશાન કદાપિ ચૂકી ન જાય, લક્ષ્યને બરાબર પેલી પાર મોકલી દે, તેવો બ્રાહ્મણ પુત્ર દઢપ્રહારી ખરાબ સોબતથી જુગારાદિ વ્યસનો આત્મસાત્ કરી લે છે; રાજા દ્વારા દેશનિકાલ કરાયો. તે સમયના રિવાજ પ્રમાણે મોઢે મેશ ચોપડી ખાસડાનો હાર પહેરાવી ગધેડે બેસાડી નગર બહાર લઈ જતા. તેને ચોરોએ અટવીમાં પકડ્યો. માણસ પારખુ તેમના ચોર રાજા સમક્ષ હાજર ર્યો, કામનો છે તેમ જાણી તેને ટોળીમાં દાખલ કર્યો. તે મોટી મોટી ચોરી કરતો, મોટી ધાડ પાડતો, સામનો કરનારનું તલવારથી ડોકું ધડથી છૂટું કરતો. તેણે એક વાર સાથીઓ સાથે એક નગરમાં બેફામ લૂંટ ચલાવી. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy