________________ ચારની ચોકડી - 75 ચોરે કોઈ ગરીબ બ્રાહ્મણના ઘરમાં ભીખ માંગેલી. ક્ષીર પીરસી છોકરી આરોગતાં હતાં ત્યાં તે પહોંચ્યો અને ક્ષીર ભરેલું વાસણ લઈ લીધું. આ સહન ન થવાથી ભોગળ લઈ બ્રાહ્મણે સામનો કર્યો. દઢપ્રહારી ત્યાં આવી પહોંચી. તલવારના એક જ ઘાએ બ્રાહ્મણનું ડોકું ઉડાવી દીધું. તેથી આંગણામાં સામનો કરી રહેલી ગાયનો પણ શિરચ્છેદ કરી નાખ્યો. બંનેના વધથી બ્રાહ્મણી ખૂબ ઉશ્કેરાઈ, ગાળો દેતી તેને મારવા દોડી. ત્યાં દઢપ્રહારીએ તેના પેટમાં તલવાર ખોસી દીધી. તે પેટમાં રહેલા ગર્ભ સાથે ભૂમિ પર તૂટી પડી, ગર્ભનો લોચો પણ બહાર આવી ગયો. આ આકસ્મિક દશ્યથી દઢપ્રહારીનું હૈયું હચમચી ગયું. મેં આ શું કરી નાખ્યું ? એક સાથે ચારની હત્યા ! અને તે પણ નિર્દોષ ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને બાળક ! મારા જેવો પાપી, અધમ, નીચ, દુષ્ટ, નિર્દય હત્યારો કોણ હોઈ શકે ? નગર છોડી દીધું. પેલું કરુણાજનક દશ્ય વારંવાર નજર સમક્ષ તરવરવા લાગ્યું. પોતાના દુષ્ટ, પાપી કૃત્યની નિંદા કરવા સાથે પશ્ચાત્તાપનાં અશ્રુ ટપટપ ટપકવા લાગ્યાં તે હવે આગળ વધે છે. અરણ્યમાં એક ધ્યાનસ્થ મુનિને જોયા. તેમનાં ચરણ પકડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મુનિએ કહ્યું, “હે મહાનુભાવ ! તું શાંત થા. આટલો શોક-સંતાપ શા માટે ?' તેણે કહ્યું : “હે પ્રભુ! હું અધમ, નીચ, ક્રૂર હત્યારો છું. નજીવા કારણસર મેં ચારની હત્યા કરી છે. મારું શું થશે ? મને બચાવો, મારું રક્ષણ કરો.' મુનિએ કહ્યું કે “થઈ ગયેલી ભૂલ માટે સાચા હૃદયની માફી, તીવ્ર પશ્ચાત્તાપ તથા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો ધારણ કરીશ તો તું પવિત્ર થઈ મુક્ત થઈ જશે.” મુનિના વચનથી મનનું સમાધાન થયું. તેણે પાંચ મહાવ્રતો ધારણ કર્યા. એવો અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી આ ચાર હત્યાનું મને સ્મરણ થાય ત્યાં સુધી અન્નપાણીનો ત્યાગ, લૂંટેલા નગરજનો તેને જોઈ બોલવા લાગ્યા : “આ ઢોંગી છે, ધુતારો છે. તેની પૂજા ખાસડાથી થવી જોઈએ. તેના પર ઈટ, ધૂળ, પથ્થરનો વરસાદ વરસાવ્યો. તે જરાપણ ચલાયમાન ન થયો. તેના નાક સુધી ઈટાદિનો ઢગલો થયો. આ પ્રમાણે તે નગરના ચારે દરવાજે આ પરીષહ સહન કરવા લાગ્યો. આ ઘોર તપશ્ચર્યાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ અને અપૂર્વ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભરોસરની સક્ઝાય જે રાઈપ્રતિક્રમણમાં આવે છે તેમાં ઉપર જણાવેલા ચારમાંથી બેનો ઉલ્લેખ આમ કરાયો છે : ધનો ઈલાઈપુરો ચિલાઈપુરો અ બાહુમુખી; પભવો વિહુકુમારો, અદ્રકુમારો દઢપ્પહારી અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org