________________ 76 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઉપરના ચાર પ્રસંગોના સમાપનમાં જૈનદર્શનનું તત્ત્વ આ રીતે છે. પાપી કરતાં પાપની ધૃણા, તિરસ્કાર, ભર્સના, નિંદા, ગહદિ કરવાનું સૂચવ્યું છે. પાપી તો દયાને પાત્ર છે, કેમ કે વ્યક્તિ પાપનુબંધી પુણ્યથી પાપ કરે છે. સાચા હૃદયથી પશ્ચાત્તાપપૂર્વક પાપની નિંદા ગહદિ કરે, પરિણતિ થાય તેવાં અનુષ્ઠાનો કરે, અકરણનિયમ અંગિકાર કરે તો મહાપાપી પણ જીવન જીતી મોક્ષ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેનાં જવલંત ઉદાહરણો અંગુલિમાળ, અર્જુન માળી, ચિલાતીપુત્ર, દઢપ્રહારાદિ ગણાવી શકાય. જૈનદર્શન કહે છે કે પાપ કરે તે પાપી કહેવાય તેવો એકાન્તિક નિયમ ઘડી ન શકાય. પાપ કર્યા પછી જેના હૃદયમાં આંતરિક તીવ્રતમ પશ્ચાત્તાપ થાય, તે ખરી રીતે પાપી નથી પરંતુ ધર્મી છે. માનવમાં પણ છેલ્લા મૃત્યુ સમયે પણ જે વ્યક્તિ જીવનનાં સઘળાં પાપોનું આલોચના, ગહદિ સહિત પ્રાયશ્ચિત્ત કરે છે તે વ્યક્તિ પાપાત્મા નથી, પરંતુ ધર્માત્મા છે. કેટલું સુંદર આશ્વાસન ! આ વિચારસરણી જીવનને ઊર્ધ્વગતિ બનાવવા શું પૂરતી નથી? આના દષ્ટાંત તરીકે પોતાની મેળે ભગવાન મહાવીરનો શિષ્ય થઈ બેઠેલો ગોશાલો છે. અસંખ્ય અઘટિત કાર્યો પછી જેની પાસેથી તેજોવેશ્યા શીખ્યો તેના પર જ તેનો પ્રયોગ ! પરંતુ, મૃત્યુ પહેલાં જે તીવ્ર આલોચના, ગહ, પશ્ચાત્તાપ કર્યા તેના પરિપાક રૂપે એક વખત તો તે બારમા દેવલોક સુધી જઈ શક્યો ને ? હવે જીવનમાં પરિવર્તન લાવનારા જીવન તરફ વળીએ. એક વખતનો ધાડપાડુ જયતાક ગૂર્જરેશ્વર કુમારપાલ બન્યો. શિષ્યો સાથે આવનાર જૈનાચાર્ય યશોભદ્રસૂરિના ધર્મબોધથી જ ને ! નોકર તરીકે શેઠ પાસેથી ભેટ મળેલી પાંચ કોડીનાં અઢાર પુષ્પોથી જિનપૂજા કરનારે ઊછળતા ભાવોલ્લાસ સાથે પ્રભુભક્તિ કરી તેથી અઢાર દેશોનો માલિક થયો અને પછી પ્રથમ તીર્થંકર પદ્મનાભના તે કુમારપાળ રાજા પ્રથમ ગણધર થશે. કુમારપાળ આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શક્યા ? પૂર્વભવમાં માત્ર પાંચ કોડીના ફૂલથી જે ભાવોલ્લાસ તથા તલ્લીનતાથી પ્રભુપૂજા કરી હતી તેના ગુણાકારના પરિપાક રૂપે કુમારપાળ જાહોજલાલી મેળવી શક્યા, પુણ્યાનુબંધી પુણ્યથી મેળવેલી રિદ્ધિ-સિદ્ધિનો ગુણાકાર થાય તેવી રીતે વાપરી. તેઓ મંગળપાઠથી જાગતા, નમસ્કાર મંત્રનો જાપ કરતા, દાંત બત્રીસ છે માટે વીતરાગસ્તોત્ર અને યોગશાસ્ત્રના બત્રીસ પ્રકાશોનું સ્વાધ્યાયરૂપ ભાવભંજન કરતા. જિનમંદિરે દર્શન, ચૈત્યવંદન, કુમારવિહારની પરિપાટી કરતા. ગૃહમંદિરમાં નૈવેદ્ય ધરીને જમતા. સાંજે ઘરદેરાસરમાં અંગરરચના, આરતી, પ્રભુભક્તિ કરતા. રાત્રે મહાપુરુષોના જીવન વિષે ચિંતન કરતા સૂઈ જતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org