________________ ચારની ચોકડી 77 આઠમ-ચૌદસે એકાસણું તથા સવાર-સાંજ સામાયિકમાં મૌન રાખતા. કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને સંપૂર્ણતઃ સમર્પિત ગૂર્જરેશ્વર કુમારપાળ રોજ ચતુરંગિણી સેના સાથે સંપૂર્ણ ઠાઠથી નીકળતા અને માર્ગમાં સંખ્યાબંધ કરોડપતિઓ જોડાતા. જે મંદિરે પૂજા કરતા તે છ– કરોડ સોનામહોરના વ્યયથી બંધાવ્યું હતું જે “ત્રિભુવનપાળ વિહાર' તરીકે જગજાહેર બન્યું. ઉપર ટાંકેલાં ઉદાહરણોના નિષ્કર્ષરૂપે કહી શકાય કે સાચા દિલનો પશ્ચાત્તાપ તથા ગુરુ સમક્ષ કરેલી આલોચના અને તેમણે આપેલું પ્રાયશ્ચિત્ત કરાય તો ભવ્ય જીવ મોક્ષ સુધી પહોંચી શકે છે. પરંતુ રાજકન્યા લક્ષ્મણા ચોરીમાં વિધવા બની અને ત્યાર પછી જેણે સંસારસુખને તિલાંજલિ દઈ સાધ્વી બન્યા પછી ચલાચકલીનું મૈથુન જોઈ તીર્થકરના વચન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરી માયાશલ્ય હૃદયમાં રાખી ગુરુ સમક્ષ પોતાના પાપને પ્રદર્શિત ન કર્યું. પછી આવું પાપ કોઈ કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે તે જાણી ગુરુએ બતાવેલા પ્રાયશ્ચિત્તથી ઘણું વધારે પ્રાયશ્ચિત્ત પચાસ વર્ષો સુધી કર્યા કર્યું તેમાં આયંબિલ, એકાસણા, ઉપવાસ, છઠ્ઠના પારણે છઠ્ઠી કરી માયા રાખી તેથી તે 80 ચોવીસી સુધી સંસારમાં રખડી; આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભના સમયમાં મુક્ત થશે. આથી ઊલટું સ્થૂલભદ્ર બાર બાર વર્ષો સુધી કોશાને ત્યાં રહી પરિણતિ થતાં જે રીતે કામ સાધી લીધું તેથી 84 ચોવીસી સુધી તેમનું નામ અમર કરી ગયા. સંક્ષેપમાં જૈન તત્ત્વજ્ઞાનની દષ્ટિમાં પાપ કરે તે પાપી નહીં; જો તે તેના માટે ખરેખરો પશ્ચાત્તાપ કરી પરિણતિ તથા અકરણનિયમ અખત્યાર કરે, 84 લાખ યોનિ કે 24 દંડકમાં ભટકનારા જીવો કર્મને લીધે સંસાર-અટવીમાં ભમ્યા કરે છે. 14 રાજલોકમાં બેની જ સત્તા ચાલે છે. એક કર્મની અને બીજી ધર્મની. કર્મની સત્તા કરતાં ધર્મસત્તા પ્રબળ છે. ઉપરનાં ઉદાહરણોમાં ભયંકર ક્રૂરતા, ઘાતકી કાર્ય કરનારા જીવોએ કર્મ તો કર્યા પણ પરિણતિ થતાં જે અકરણનિયમ પકડ્યો અને તેથી કરેલાં કર્મોને નેસ્તનાબૂદ કરવા માટે ધર્મશાસ્ત્રનો જે ઉપયોગ કર્યો તેથી કૂર કર્મો કાપી સંસારનો અંત લાવવા સુધીની કક્ષા સુધી પહોંચી આત્મકલ્યાણ સાધી લીધું. સંક્ષેપમાં લખાણમાંથી નવનીત કાઢવું હોય તો આટલું નિશ્ચિત કહી શકાય કે ખરા દિલથી કરેલો પશ્ચાત્તાપ કે કરેલું પ્રાયશ્ચિત્ત અપૂર્વકરણ સુધી જીવને લઈ જાય છે અને તે દ્વારા પ્રાપ્ત થનાર અપૂર્વ સામર્થ્ય અને ઉલ્લાસના બળે પાપી જીવ પણ કરેલાં ક્રૂર કર્મોને બાળી કર્મવિહીન કક્ષા સુધી પહોંચી શકે છે. કૂર, ઘાતકી, હિંસક કૃત્યકલાપો કરનારા પ્રાયશ્ચિત્તાદિથી પરિશુદ્ધ થઈ કલ્યાણ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org