________________ 78 જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે. પરંતુ પાપનો પરિતાપ ન કરતાં રાજીપો રાખે તો તે વ્યક્તિ નરકગામી બને છે. મહાશતકને તેર પત્નીઓ હતી, તેમાંની એક રેવતી હતી. તેને બાર શોક્યો હતી. રેવતી તેમાંથી છનો શસ્ત્ર વડે વાત કરે છે અને બીજી છને ઝેર આપી મારી નાંખે છે. તદુપરાંત પૌષધવ્રતમાં રહેલા પતિનું કાસળ કાઢી નાંખે છે તેથી તે નરકે જાય છે. આવી બીજી સ્ત્રી તે સૂર્યકાન્તા રાણી છે. તે પોતાના એક સમયના પ્રાણપ્રિય પતિને પણ ઝેર આપી દે છે તથા પ્રેમ કરવાનો ડોળ કરતી હોય તેમ ઝેર આપ્યા છતાં પણ ત્વરિત મૃત્યુ લાવવા પોતાનો છૂટો કેશકલાપ તેના ગળે વીંટાળી દઈ ટૂંપો દઈ મારી નાખે છે. આ બંને સ્ત્રીઓનાં કેવાં હીચકારાં કૃત્યો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org