________________ ધર્મસંન્યાસ : 157 દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. ભવાટવિયાં રખડતાં રખડતાં છેલ્લું પગલપરાવર્ત પ્રાપ્ત થાય ત્યારે યોગદષ્ટિની પ્રાપ્તિ સંભવે છે. યોગસિદ્ધિ માટે શક્તિના વિકાસથી, ઉદ્રકથી સામર્થ્યયોગ જરૂરી મનાયો છે. સાધ્ય સાધનામાં વ્યક્તિ પરત્વે ફેરફાર હોવાથી હેતુઓ શોધી તેને અમલમાં મૂકવા માટે પ્રબલ પુરુષાર્થ કરી, સ્વવીર્યસ્તુરણા કરવી એનું નામ સામર્થ્યયોગ કહી શકાય. આ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ચારિત્રદશા પ્રાતિજજ્ઞાનનો વિષય છે. એ સૂર્યોદય પહેલાંના અરુણોદય જેવો છે. આ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેની મહાન સ્થિતિનું સૂચક છે. તીવ્ર તત્ત્વબોધને પ્રગટપણે બતાવનાર તથા બોધનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન છે. આ મહા ઉત્કૃષ્ટ દશા બે પ્રકારની છે : ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. અહીં પ્રથમ દશા વિષે વિચારીએ. ધર્મસંન્યાસ દશા અપ્રમત્ત સંયમી જ્યારે આઠમા ગુણસ્થાન કે ક્ષપકશ્રેણિ આદરે ત્યારે પ્રાપ્ત થાય છે, જે દ્વિતીય અપૂર્વકરણ વખતે છે. આ મહાન આત્મસમત્વની ભૂમિકાને શાસ્ત્રકાર ધર્મસંન્યાસ સામર્થ્યયોગના પ્રથમ ભાગ તરીકે ગણાવે છે. આ વખતે આત્મફુરણા તીવ્ર થાય છે, પરપરિણતિ થતી નથી, થવાનો ભય પણ વિલીન થઈ જાય છે. જ્ઞાનીઓ પણ આ સુંદર દશાનું વર્ણન કરી શકે તેમ નથી. તે સ્વસંવેદ્ય અનુભૂતિનો વિષય છે. આ આનંદપ્રદ ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય યોગગ્રંથ રચયિતા ઋતંભરા કહે છે; જૈન યોગકારો પ્રાતિજ્ઞાન કહે છે, જે કેવળજ્ઞાન પહેલાં પ્રાપ્ત થાય છે. તે સમયે ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રાપ્ત થાય છે જેને યથાખ્યાત ચારિત્ર એવું અભિયાન આપવામાં આવે છે. અપ્રમત્ત સંયત જૈન સાધુમાં યતિના 10 ધર્મો હોય છે. તે ધર્મો આ પ્રમાણે છે - ક્ષમા, માર્દવ, આર્જવ, લોભત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચર્ય. જૈન મુનિ ક્ષમાશ્રમણ તરીકે નવાજાય છે, નહીં કે તપશ્રમણ, જ્ઞાનશ્રમણ, સત્યશ્રમણ વગેરે. ધર્મસંન્યાસમાં આ ઉપર જણાવેલા દશ યતિધર્મો તથા બીજાં ત્યાગ, ભાવના, સંયમો એવી રીતે પ્રાપ્ત થયાં હોય છે કે પ્રાપ્ત થયાં પછી તે જતાં નથી. કહેવાનું તાત્પર્ય છે એ છે કે તે ધર્મો કોઈ વાર આવે ને પાછા ચાલ્યા પણ જાય. એને ક્ષાયોપક્ષમિક ભાવ કહે છે. હવે તે જ્યારે ધર્મો સ્થિર રહે છે, ત્યારે તેને ક્ષાયિક ભાવ કહે છે. ફરી સ્પષ્ટ કરીએ કે ધર્મસંન્યાસ આઠમાં નિવૃત્તિ ગુણસ્થાનકે, બીજી વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે, એટલે અપ્રમત્ત યતિ જ્યારે ક્ષપકશ્રેણિ આદરે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. પહેલાં ધર્મસંન્યાસ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org