________________ 19 ધર્મસંન્યાસ ભારતીય દર્શનોમાં ચાર પુરુષાર્થ અને ચાર આશ્રમો ગણાવાય છે. તે અનુક્રમે આ પ્રમાણે છે : ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આપણે સંન્યાસી, સંન્યાસિની, સંન્યાસ જેવા શબ્દો સાંભળીએ છીએ તથા સાહિત્યાદિમાં વાંચીએ છીએ. સંન્યાસી તે કહેવાય કે જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે. સંન્યાસ એટલે જગતની પાર્થિવ કે પૌદ્ગલિક વસ્તુ પરનો મોહ, મમતા, આસક્તિ વગેરે છોડી દઈ, વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરી; ક્રમે ક્રમે પિતા, માતા, પત્ની, પતિ, પુત્ર, પુત્રી, અન્ય સગાંસંબંધી તથા ભૌતિક વસ્તુનો સદંતર ત્યાગ કરી, એકાંત સ્થળે ગુફામાં કે જંગલમાં રહી આત્મોન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું હોય. અહીં સંન્યાસ શબ્દ કે તેના અન્ય પર્યાયોમાં છોડવાનું, વિસર્જન કરવાનું, ત્યાગ કરવાનું ગર્ભિત છે. આટલી વિચારણા પછી ધર્મસંન્યાસ વિષે જરા વિગતે વિચારણા કરીએ. જૈનદર્શનમાં ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એમ બે પારિભાષિક શબ્દો દષ્ટિગોચર થાય છે. આત્માની ક્રમિક ઉત્થાન કે વિકાસશીલ અવસ્થાના આ બે ગૂઢ સંકેત ધરાવતા શબ્દો છે. આ સંસારમાં જીવ અનંતાનંત પુગલપરાવર્ત કાળમાં ભટકતો, અથડાતો, કુટાતો ભટક્યા કરે છે. આ રીતે નદીપાષાણધોળ ન્યાયે તે જ્યારે ગ્રંથિ સમીપ આવી, ગ્રંથિભેદ કરે ત્યારે સંભવતઃ તેની ભવસ્થિતિ અર્ધપુગલપરાવર્ત કાળ કરતાં કંઈક ઓછી થવાની શક્યતા રહેલી છે. આ પ્રથમ અપૂર્વકરણ અને તે પછી આઠમા ગુણસ્થાનથી દ્વિતીય અપૂર્વકરણ કરે ત્યારે સામર્થ્યયોગ વડે તે જીવ ધર્મસંન્યાસ કરવાની સ્થિતિ સુધી પહોંચી શકે છે. સંન્યાસ વિષે જે લખ્યું તે સંદર્ભમાં ધર્મસંન્યાસનો અર્થ ધર્મનો ત્યાગ, ધર્મને ત્યજવું, ધર્મને છોડવું એવો ન કરતાં ધર્મસંન્યાસ એટલે ધર્માભિમુખ થવું, ધર્મને પકડી રાખવો, ધર્મનું પાલન કરી ધર્મને જકડી રાખવો એવો તેનો અર્થ ઘટાવવાનો છે. આ કેવી રીતે થઈ શકે તે જરા જોઈએ. પાતંજલ યોગશાસ્ત્રમાં મહર્ષિ પાતંજલિએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવાં 8 પગથિયાં પ્રતિપાદિત કર્યા છે. આવી રીતે ઉન્નતિસ્થાનના જેટલા ભેદો થાય; તેવી રીતે દૃષ્ટિના પણ ભેદો થઈ શકે; જેવા કે મિત્રા, તારા, બલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org