________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન * 227 શકે. વિરતિની ભાવના નથી તો મોક્ષમાર્ગની રુચિ નથી અને સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દષ્ટિ દેવતાઓ કેવા અવિરતિના ઉદયવાળા હોય છે ? કાદવમાં રહેલું કમળ પાણીમાં રહે, પાણીમાં વધે; કાદવ અને પાણીના સંગમાં છતાં નિર્લેપ તેમ સમ્યગ્દષ્ટિ આત્મા ભોગ ભોગવતાં છતાં ભોગમાં નિર્લેપ રહે. માત્ર મોક્ષની આકાંક્ષા સેવ્યા કરે. સમ્યગ્દષ્ટિને સંસારમાં રહી સંસાર સેવવો પડતો હોય છતાં ક્યારે તેમાંથી છૂટાય અને મોક્ષની તલપ રહેતી હોય. આવાં ઉત્તમ જીવોને કુશલાનુબંધી કહ્યા છે. તેઓ જે કર્મ બાંધે તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ. મિથ્યાત્વમોહનીય અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ વિરતિ માટે આવશ્યક હોવા છતાં પણ તેઓને મોક્ષ સાધ્ય સિદ્ધ કરવા માટે સમ્યકજ્ઞાન, સમ્યકુચારિત્ર અને સમ્યગ્દર્શનની અપેક્ષા રહે જ છે. તેઓની માન્યતા જિનેશ્વરદેવોએ કહેલો સંસાર દુઃખમય, દુ:ખફલક અને દુ:ખપરંપરાક છે તે અત્યંત દઢીભૂત થયેલી હોય છે. સાચું સુખ મોક્ષ સિવાય ક્યાંય નથી. સંસાર કાપવા ધર્મક્રિયા કરું છું એવું લાગ્યું નથી તેથી સંસારની વાસના ઘટી નથી. જિનેશ્વરોએ ઉપદેશી ક્રિયા પુદ્ગલાનુનંદી કે ભવાભિનંદી થયા વગર ઉપયોગપૂર્વક યથાવિધિ બહુમાનપૂર્વક કરાતી હોત તો સુંદર પરિણામ જેવું કે સમ્યક્ત દૂર રહ્યું ન હોત. કેમ કે સંબોધિ આવતાંની સાથે વિષયને કષાયની તાકાત નબળી પડી જાય છે. સમ્યગ્દષ્ટિ તે છે કે જે ધર્મ, અર્થ, કામમાં અર્થ-કામને હેય માને અને એક ધર્મને જ ઉપાદેય માને. અર્થ અને કામમાં ઉપાદેય બુદ્ધિ આવી ને સમ્યક્ત ઊડ્યું જ જાણવું. છોડાવા જેવું લાગ્યું ? ધર્મ ઉપાદેય લાગ્યો? હૃદય કઈ તરફ ઢળે છે? ધસે છે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે : ‘તુલ્ય ચતુર્ણા પોમર્પે પાપયોરર્થકામયોઃ આત્મા પ્રવર્તતે હત્ત ન પુનર્ધર્મમોક્ષયોઃ 1. પણ ખેદની વાત છે કે જીવ પાપરૂપ અર્થકામમાં પ્રવર્તે છે, ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતો નથી. અર્થ અને કામ હેય લાગે અને ધર્મ અને મોક્ષ ઉપાદેય લાગે ત્યારે સાચી ભાવના આવે. આ વિષયમાં આપણે જેમ જેમ વિચારીએ તેમ તેમ આપણને દર્શનમોહનીયના ક્ષયોપશમની, ઉપશમની કે ક્ષયની મહત્તા સમજાય. એ ક્ષયોપશમ, ઉપરામ કે ક્ષાયિક ભાવ સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા થતી પાપકરણીઓમાંથી પાપના રસને, ઝેરને નીચોવી નાખે છે. એ ક્ષયોપશમાદિ ભાવ સમ્યગ્દષ્ટિ જીવને પુણ્યબંધમાં સહાયક બને છે અને તે ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરા સાધનારો બને છે; તે પાપ કરે તે ન છૂટકે, નહીં કે કરવા માટે. આવો મનોભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org