________________ 228 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ સાધનારો બને કે નહિ? સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થતાં જ નરક અને તિર્યંચના દ્વારા આપોઆપ બંધ થઈ જાય ! ધર્મ, અર્થ અને કામમાં ધર્મ પુરુષાર્થપ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત છે. ધર્મ માટે શક્તિ તેટલી ભાવના નહિ, ભાવના તેટલો પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલો રસ નહિ. ધર્મ નથી થતો તે શક્તિ નથી માટે કે રૂચિ નથી માટે. સંસાર કહેવામાં બૂરો, માનવામાં સારો એ દશા ન હોવી જોઈએ. આ સમ્યગ્દર્શક માટેના ઉપાયો છે. સમ્યગ્દર્શન ગુણ એ આત્માનો મોક્ષ સાધવા માટે મૂળભૂત ગુણ છે. મુક્તિના માર્ગને દર્શાવતાં પૂજ્યપાદ પૂર્વધર આચાર્ય ભગવાન શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજાએ તત્ત્વાર્થસૂત્રની રચનામાં પ્રથમ સૂત્ર મૂક્યું કે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: આ ત્રણે મોક્ષમાર્ગ છે. તેમાં સમ્યગ્દર્શન પ્રથમ મૂકવાનું પ્રયોજન એ છે કે તેના અભાવમાં જો જ્ઞાન હોય તે સમ્યક્ હોતું નથી, તેના અભાવમાં જો ચારિત્ર હોય તો તે સમ્યક્ હોતું નથી, વળી તેના અભાવમાં તપ પણ સમ્યક્ કોટિનું હોતું નથી. તેના અભાવમાં જ્ઞાન એ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન છે, જે ચારિત્ર છે તે કાયકષ્ટ અથવા સંસારમાં રઝળાવનારું છે. બીજી રીતે પણ આ ચીજ કહેવાઈ છે જેમ કે જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલા બે ભાવોના કારણે તેને પાપબંધ અલ્પ થાય છે. મેરુ જેવડા સુકૃતને રસના અભાવથી અને તેની નિંદાદિથી જેમ અણુ જેટલું બનાવી શકાય છે; તેમ મેરુ જેટલા દુષ્કૃત્યને તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કોટિના સભાવથી, તેના પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ અણગમાથી અને નિંદાદિથી અણુ જેવડું બનાવી શકાય છે. આગળ ઉપર વંદિત્તા સૂત્રની આ વાત તેની ૩૦મી ગાથા દ્વારા કહેવાઈ છે તે આપણા ધ્યાન બહાર નહીં જ હોય ને ! ટૂંકમાં સમ્યગ્દર્શન મહત્ત્વનું તેમજ દુર્લભ છે. રત્નો કે કલ્પવૃક્ષ કરતાં અધિક કિંમતી છે. તે પ્રાપ્ત કરવા શુભ અધ્યવસાયો, અનુષ્ઠાનોમાં ઉલ્લાસ, ઉપયોગ તલ્લીનતા હોવી જોઈએ. સંસારના રાગ-દ્વેષ કે ભવાભિનંદિતા કે પુદગલાનંદિતા દૂર કરેલી હોવી જોઈએ. બીજી તરફ મોક્ષાભિલાષ તથા તે માટે રુચિ તથા સુયોગ્ય પુરુષાર્થ કરી સમ્યક્ત પામવાના ધ્યેયથી તે જ્યારે પણ મળે ત્યારે નષ્ટ ન થાય, ચાલી ન જાય, વધુ ને વધુ નિર્મળ તથા દઢીભૂત થતું રહે તો સંસાર સાગરને ખાબોચિયા જેટલો નાનો કરી મોક્ષગામી શું ન થઈ શકાય ? જરૂર થવાય જ એવી શુભેચ્છાથી તે જલદી મળે તથા દોડતું આવે એવી મનોકામના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org