________________
૪ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આશ્ચર્યમાં પડી ગઈ. તેણીએ કહ્યું કે, “આપ નિમંત્રણ સ્વીકારો છો પણ ભગવાન બુદ્ધ ના પાડશે તો ?' મુનિએ તેટલા જ વિશ્વાસથી પ્રત્યુત્તર વાળ્યો કે “તમે ચિંતા ન કરો. ભગવાન બુદ્ધ આજ્ઞા આપશે એવો વિશ્વાસ હોવા છતાં પણ તેમની આજ્ઞા મારા માટે અનિવાર્ય છે. આજ્ઞા મળી જશે તેની મને ખાતરી છે. તેનો નિર્ણય આવતી કાલે. સાધુની મર્યાદા પ્રમાણે કેટલાક ઔપચારિક અને વ્યાવહારિક નિયમો અપરિહાર્ય છે. ભગવાન બુદ્ધને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આજ્ઞા મળશે જ. મંદિર કે વેશ્યાનું ઘર મારા માટે સમાન છે; મારી વૃત્તિઓથી ભગવાન બુદ્ધ
સુજ્ઞાત છે.”
બીજે દિવસે ભગવાન બુદ્ધને વીંટળાઈને ભિક્ષુઓની પરિષદ. ભરાઈ હતી. ત્યારે આ ભિક્ષુએ ઊભા થઈ વેશ્યાના નિમંત્રણની વાત કરી. બુદ્ધ તેને ઓળખતા હતા તેથી કહ્યું કે “આજ્ઞાની શી જરૂર છે? વેશ્યાથી સંન્યાસી ભય પામતો હોય તો વેશ્યા બલવત્તર છે. ભય પામનાર મારા મતે સંન્યાસી નથી. વેશ્યા જો સાધુને સાધનાથી ભ્રષ્ટ કરે તો સાધના સાચી સાધના નથી. જાઓ, મારી આજ્ઞા છે કે તમે ત્યાં ચાતુર્માસ શાંતિથી કરશો.'
આજ્ઞા મળતાં જ બીજા ભિક્ષુઓ ધૂજી ઊઠ્યા, કેમકે આ વેશ્યા સાધારણ ન હતી. રાજાઓ પણ જેના સૌંદર્યથી મુગ્ધ થતા તેવું લોકોત્તર તેનું સૌદર્ય હતું. કેટલાક ભિક્ષુઓ ભિક્ષાના બહાને તેના સૌંદર્યને નિહાળવા, તેના નિવાસેથી પસાર થતા. એક ભિક્ષુએ વિરોધ કર્યો : “હે પ્રભુ, આ અનુચિત છે, આ ક્યાંની રીત, એમાં શાસનની શી શોભા?'
ભગવાને કહ્યું કે “જો તું આવી આજ્ઞા માંગે તો હું તને ન આપું, કારણ કે તું ભય પામે છે. પરંતુ આ સંન્યાસીની સાધનાની કસોટીનો અવસર છે. સંન્યાસી હારી જાય તો સાધનાની કિંમત કોડીની પણ ન રહે.' વેશ્યાને સંદેહ નથી કે સાધુ પોતાના જીવનને આમૂલ ફેરવી નાંખશે, તેમ ભિલુને ભય નથી કે તેના સાંનિધ્યથી પોતાના જીવનનું પરિવર્તન થઈ જશે ! સાધુ પોતાની શક્તિ પર મુસ્તાક છે; વેશ્યા પોતાની ભાવનામાં !
ભિક્ષુ તેના આવાસમાં જે ભોજન વેશ્યા કરતી તે ભોજન કરતો; વેશ્યાએ પોતાનું પોત પ્રકાશ્ય. નૃત્ય અને ગીતનો પ્રારંભ કર્યો. અર્ધનગ્ન અવસ્થામાં નાચવા લાગી. બધા પ્રયત્નો ભ્રષ્ટ કરવા આદરવા માંડ્યા. શણગારો સજ્યા, અવનવા હાવભાવ કર્યા, વિવિધ આકર્ષક મુદ્રાઓ રજૂ કરી છતાં તે સાધનામાં અડોળ રહ્યો. વેશ્યાનો એક પણ પ્રયત્ન તેને વિક્ષુબ્ધ ન કરી શક્યો. તેની ચેષ્ટામાં ન રસ બતાવ્યો, ન ઉત્સુકતા બતાવી. આંખોમાં બંધન કરી, તેની દરેક ક્રિયાનો ઉદાસીન સાક્ષી બની રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org