________________
શિષ્યાત ઇચ્છત પરાજયમ્
ગુરુ-શિષ્યનો સંબંધ, ગૌરવ તથા પ્રતિષ્ઠા આદિને સર્વ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન અપાયું છે. ગીતાર્થ ગુર પ્રત્યે પ્રતિપત્તિ, સમર્પણ તથા વૈયાવચ્ચને જૈન સાહિત્ય જગતમાં પ્રથમ પંક્તિનું સ્થાન મળ્યું છે. ગુરુએ પણ શિષ્ય પ્રત્યે કાળજી, વાત્સલ્ય તથા હૂંફપૂર્વક જ્ઞાન વિતરણ કરવું જોઈએ. શિયનો પણ ધર્મ થઈ પડે છે કે આવા ગુરુ પ્રત્યે આદર, વિનય, સમર્પણ તથા અહોભાવ હોવાં જોઈએ. એક પ્રસિદ્ધ આચાર્યના ચાર શિષ્યોએ વિવિધ વિદ્યાશાખામાં પ્રાવીણ્ય મેળવ્યું પણ ગુરુ તરફથી પ્રોત્સાહિત ન થવાથી તથા અનાદર, ઉપેક્ષા, તિરસ્કાર, ધૃણા વગેરેથી પાંચે પોતાના પથથી પ્રચલિત થયા.
- ભગવાન મહાવીર સ્વામીના સ્વહસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીઓના અગ્રસર હતાં ચંદનબાળા. એક વાર ભગવાનના સમવસરણમાં તેઓ પોતાની શિષ્યા મૃગાવતી સાથે ગયાં હતાં. તે પ્રસંગે સૂર્ય-ચંદ્ર પતાના મૌલિક વિમાનોમાં ઉપસ્થિત થયા હતા. સૂર્યાસ્ત થઈ ગયો પણ મૃગાવતીનું ધ્યાન એ તરફ ન ગયું. દેવોની હાજરીથી તેમ બન્યું. ચંદનબાળા યથાસમયે રવસ્થાને પાછાં ફર્યા, પણ મૃગાવતી મોડાં આવ્યાં. ચંદનબાળાએ મૃગાવતીનું તે તરફ લક્ષ દોર્યું તથા કહ્યું કે સારા કુળની સ્ત્રીઓ માટે આ યોગ્ય નથી થયું. શિષ્યા મૃગાવતીને આ મીઠો ઠપકો ઘણો આકરો લાગ્યો અને પોતાની આ બેદરકારી પ્રત્યે ઊંડું ચિંતન કરતાં કરતાં રાત્રિ દરમિયાન ભાવનાના ઉચ્ચતોત્તમ શિખરે આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ કર્મક્ષય કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
તે રાત્રે ગાઢ અંધકારમાં ચંદનબાળા જ્યાં સૂતાં હતાં ત્યાંથી કાળો સર્પ સરકી રહ્યો હતો. નિદ્રાધીન ચંદનબાળાનો હાથ ઊંચો કરી સાપને સરકવાનો માર્ગ કરી આપ્યો. તેથી ચંદનબાળા જાગી ગયાં તથા આમ કરવાનું મૃગાવતીને કારણ પૂછ્યું. કાળો સર્પ પસાર થતો હતો તેમ મૃગાવતીએ જણાવ્યું. ચંદનબાળાએ પૂછ્યું કે અંધકારમાં સર્પ કેવી રીતે જોઈ શકાયો? મૃગાવતીએ કહ્યું કે “તમારા પ્રતાપથી મેળવેલા જ્ઞાનથી.'
‘કેવા પ્રકારનું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?' મૃગાવતીએ કહ્યું કે “અપ્રતિપાતિ.' અપ્રતિપાતિ એટલે પાછું ચાલ્યું ન જાય. ચંદનબાળા સફાળાં બેઠાં થઈ ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org