________________
પુરોવચના
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ – ટ્રસ્ટ ગ્રંથશ્રેણીમાં ‘જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન' નામનો મારો આ ગ્રંથ પ્રકાશિત થાય છે એ મારે માટે અત્યંત હર્ષની વાત છે.
કેટલાંક વર્ષો પહેલાં ‘પ્રબુદ્ધ જીવનમાં ડૉ. રમણલાલ ચી. શાહે જૈન ધર્મના પ્રકાંડ પંડિત એવા મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. હીરાલાલ રસિકલાલ કાપડિયા વિશે શ્રદ્ધાંજલિ-લેખ લખ્યો હતો તે વાંચ્યા પછી મને પણ જૈન ધર્મ વિશે લેખો લખવાની પ્રેરણા મળી હતી. શિક્ષણના ક્ષેત્રમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યા પછી નિવૃત્તિનાં વર્ષોમાં જૈન ધર્મના વિવિધ વિષયોનો મારો સ્વાધ્યાય વધતો રહ્યો. એના ફળરૂપે આ બધા લેખો લખાયા છે. તે બધા ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત કરવા માટે એના તંત્રી ડૉ. રમણભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એમના સતત પ્રોત્સાહન વિના આ લેખો લખાયા ન હોત.
મારા આ લેખો માટે કેટલાક આચાર્ય-ભગવંતોનાં વ્યાખ્યાનોનું શ્રવણ અને એમના ગ્રંથોનું વાંચન મને ઉપયોગી થયું છે. એ માટે શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પ. પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી, પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી, પ. પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી, પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી, પ. પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી, પ. પૂ. શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી. ૫. પૂ. શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી તથા પ. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી વગેરેનો અત્યંત ઋણી છું.
આ મારા આ લેખોમાં મારી છદ્મસ્થાવસ્થાને કારણે કે સરતચૂકથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે માટે ક્ષમા પ્રાણું છું.
- બિપિનચંદ્ર હી. કાપડિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org