________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન 169 અપૂર્વકરણ પેદા કરવો જ પડે છે. જીવે પોતાના પ્રયત્નથી પેદા કર્યો છે તેથી તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. વિષય-કષાયની અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ તજવાનો ભાવ અપૂર્વકરણમાં હોય જ. અપૂર્વકરણથી ગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગ્દર્શન પમાય છે. અપૂર્વકરણ કરનારો જીવ નિયમો સમ્યગ્દર્શનના ગુણને પામે છે. જીવ જ્યારે સમ્યક્તના અધ્યવસાયમાં હોય ત્યારે એને મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય હોય જ નહીં. જો કારણવશાત્ તેનો વિપાકોદય થાય તો સમ્યક્તનો અધ્યવસાય ચાલી જ જાય. ગ્રંથિ ભેદવા સજ્જ થયેલો જીવ અનિવૃત્તિકરણ દ્વારા એવી અવસ્થા પેદા કરે છે કે જેમાં કાં તો જીવને મિથ્યાત્વમોહનીયનો સર્વથા ઉદય જ ન હોય; કાં તો વિપાકોદય ન હોય. આવી અવસ્થા જીવ અપૂર્વકરણથી પેદા કરી શકતો નથી. અપૂર્વકરણ બાદ જે શુભ પરિણામ પ્રગટે તેને અનિવૃત્તિકરણ કહેવામાં આવે છે. અનિવત્તિકરણ એ જ સમ્મસ્વરૂપ આત્મપરિણામ પૂર્વેનો અનંતર એવો કરણ છે. અનિવૃત્તિકરણ નામના પરિણામ દ્વારા આત્મા કેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સમજીએ. અહીં કાર્મગ્રંથિક અભિપ્રાય અને સૈદ્ધાત્ત્વિક અભિપ્રાયોમાં મતભેદ છે. બે પ્રકારના અભિપ્રાયો છે. કાર્મગ્રંથિક અભિપ્રાય અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન તે એવું કામ કરે છે કે તેને ત્રણ કાર્યરત ગણાવી શકાય. એક એ અંતર્મુહૂર્તમાં સ્વતઃ ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયના દલિકો ખપાવે છે. બીજું પછીના અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં જે દલિકોની સ્થિતિ ઘટાડી શકાય તેની સ્થિતિ ઘટાડી તેની સ્થિતિ ખપાવે છે; અને ત્રીજું પછી ઉદયમાં આવનારા દલિકોની સ્થિતિ ઘટાડી ન શકાય તો તેની સ્થિતિ વધારી દે છે. કાર્મગ્રંથિક અભિપ્રાય પ્રમાણે સમ્યક્તના પરિણામને પામનારા અનાદિ મિથ્યાષ્ટિ જીવો પહેલાં પથમિક સમજ્યના પરિણામને જ પામે છે ત્યારે સૈદ્ધાત્તિક અભિપ્રાય પ્રમાણે બધા જ જીવો પહેલાં પથમિક સમ્યક્ત જ પામે એવો નિયમ નથી. તેવા જીવો તે પામ્યા વિના ક્ષાયોપથમિક સમ્પર્વને પામે. જે જીવો ઔપથમિક સભ્યત્વને પામનારા હોય તેઓ ઔપશમિક સમ્યક્ત પામે, પરંતુ તેઓમાં એવા જીવો પણ હોઈ શકે કે તેઓ આવું સમ્યક્ત ન પામતાં અનિવૃત્તિકરણ દ્વારા ક્ષાયોપથમિક સમ્યક્ત જ પામે. બીજું, સૈદ્ધાત્તિક અભિપ્રાય પ્રમાણે જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવો ક્ષાયોપથમિક સભ્યત્વ પામનારા હોય તેઓ અપૂર્વકરણના કાળમાં જ જેમ ગ્રંથિભેદ કરે છે તેમ ત્રણ પુંજ પણ અપૂર્વકરણના કાળમાં જ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org