________________ 170 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અનિવૃત્તિકરણ પછીના અંતર્મુહૂર્તને અંતકરણ કહેવાય છે. એના દ્વારા મિથ્યાત્વ મોહનીયનાં દળિયાની સફાઈ કરે છે. તેમાં બધાં દળિયાં શુદ્ધ થતાં નથી. કેટલાક શુદ્ધ બને છે, કેટલાંક અર્ધશુદ્ધ બને છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ બને તેને સમ્યક્ત મોહનીયનો પુંજ કહેવાય, અર્ધશુદ્ધ કે શુદ્ધાશુદ્ધને મિશ્રમોહનીય તથા અશુદ્ધને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે. અનિવૃત્તિકરણ દ્વારા જે જીવ સમ્યક્તને પામે તે ઔપશમિક સમ્યક્ત કહેવાય. ઔપશમિક સભ્યત્વના અંતર્મુહૂર્તના અંતે જો મિથ્યાત્વ પુજનાં દળિયાં ઉદયમાં આવે તો જીવ સમ્યક્તને વમી નાંખે છે. જો મિશ્ર મોહનીયનાં દળિયાં ઉદયમાં આવે તો ચતુર્થ ગુણસ્થાનકથી હઠી જઈ તૃતીય સ્થાનવર્તી બની જાય. અને તે ત્યાંથી પહેલે ગુણસ્થાને પણ ચાલી જાય ! ફરી ચોથે આવે ખરો. જે જીવને સમ્યક્ત મોહનીયનાં દળિયાં ઉદયમાં આવે તે જીવ ઔપથમિક સમ્યત્વમાંથી ક્ષાયોપથમિક સમ્યક્તને પામ્યો એમ કહેવાય. ગમે તેમ પણ મોક્ષ મેળવવા ક્ષપક શ્રેણિ અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત પામવું અત્યંત આવશ્યક છે. અહીં શાસ્ત્રીય બીજો મત એવો છે કે મિથ્યાદષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત પામ્યા વિના સીધો જ ક્ષાયોમિક સમ્યક્ત પામી શકે છે. તે જીવ અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરી તે કાળમાં જ ત્રણ પંજ કરે છે, પછી અનિવૃત્તિકરણ દ્વારા ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુજના ઉદયને પામે છે, તે પામી લાયોપથમિક સમ્યક્તના પરિણામનો સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વમોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ અનિવૃત્તિકરણથી નહીં પણ અપૂર્વકરણથી કરે છે. એક શાસ્ત્રીય મત પ્રમાણે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઔપથમિક સમ્યક્ત પામ્યા વિના સીધો જ ક્ષાયોપથમિક સભ્યત્વ પામી શકે છે. આ જીવ અપૂર્વકરણ દ્વારા જ ગ્રંથિભેદ કરી અપૂર્વકરણના કાળમાં જ ત્રણ પુંજ કરે છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ દ્વારા ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુજના ઉદય પામી લાયોપથમિક સમ્યક્તના પરિણામનો સ્વામી બને છે. આ મત પ્રમાણે દળિયાના ત્રણ પુંજ અનિવૃત્તિકરણથી નહીં પણ અપૂર્વકરણથી કરે છે. જે જીવ ઔપથમિક સમ્યક્તને પામીને કે તે વિના ક્ષાયોપથમિક સમ્યક્ત પામી તેના પરિણામમાં સુદઢ રહે; પ્રથમ સંઘયણાદિ સામગ્રી મેળવે તો તે જીવ ક્ષપકશ્રેણિ માંડવા યોગ્ય સામગ્રીથી પરિણામ પામે. પરંતુ દર્શનમોહનીયની સાત પ્રકૃતિનો ક્ષય કરી અટકી જનારની શ્રેણિને ખંડક્ષપકશ્રેણિ કહેવાય છે. ક્ષપકશ્રેણિ એટલે ઘાતી કર્મોની મૂળમાંથી ક્ષપણા. તેમાં દર્શનમોહનીયની સાતેય પ્રકૃતિઓ, ત્યાર પછી ચારિત્રમોહનીયની ક્ષપણા. મોહનીય કર્મ ક્ષીણ થયા પછી ઘાતી કર્મો ક્ષય કરી ક્ષાયિક સમ્યક્ત પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org