________________ 168 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જેવી રીતે અભવ્ય કે દુર્ભવ્ય જીવોને મોક્ષની ઇચ્છા થતી નથી તેવી રીતે જાતિભવ્ય જીવોની વાત જ નકામી છે. કારણ કે તે જીવોમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી સ્વાભાવિક યોગ્યતા જરૂર છે; છતાં પણ તેઓ મોક્ષની ઇચ્છા પ્રગટે તેવી સામગ્રી પામતા જ નથી ! કેવો પુરુષાર્થ કરવો તે હવે સમજાયું હશે. ગ્રંથિદેશે આવેલા જીવોમાંથી જેઓ સમ્યગ્દર્શન પામનારા છે તેઓ ગ્રંથિને ભેટે છે; તેઓ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પહોંચાડનારી કરમલઘુતાને પામે છે; તેવો જીવ જ્યારે અપૂર્વ કરણવાળો બને છે ત્યારે તે તેના દ્વારા ગ્રંથિ ભેદનારો બને છે. ગ્રંથિ એટલે ગાંઠ. રાગ અને દ્વેષ રૂપી ગાંઠને ભેદનાર પ્રગતિ કરે છે. લાકડાની ગાંઠ ભેદનારા જો ગાંઠ રૂઢ અને ગૂઢ હોય તો મહામુસીબતે તેને ચીરી શકે છે. રાગ અને દ્વેષના પરિણામરૂપી કર્મભનિત જે ગાંઠ છે તે કર્કશ, ગૂઢ અને રૂઢ હોય છે. તે ગ્રંથિ ન ભેદી શકનારા પાછા પડે છે, જ્યારે ભેદનારા પુરુષાર્થ દ્વારા તેને ભેદી અનુકૂળતા પ્રાપ્ત થતાં પુરુષાર્થશીલ બની કર્મગ્રંથિને ભેદી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ કર્યા વિના જંપતા નથી. તેથી કર્મગ્રંથિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે. કર્મસ્થિતિ ખપનારા પરિણામને યથાપ્રવૃત્તિકરણ કહી શકાય. કર્મસ્થિતિની આટલી લધુતા પ્રાપ્ત થયા બાદ પુરુષાર્થની આવશ્યકતા ઊભી થાય છે. અત્યાર સુધી પોતાના ખાસ પુરુષાર્થ વિના જ સામગ્રી અનુસાર યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી ગઈ. પણ તે યથાપ્રવૃત્તિકરણ પ્રગતિમાં કારણ બની શકતું નથી. પુગલપરાવર્ત વિષે જરા સમજી લઈએ. 10 ક્રોડાકોડ પલ્યોપમનું એક સાગરોપમ; 10 ક્રોડાક્રોડ સાગરોપમની એક અવસર્પિણી, તેટલી જ ઉત્સર્પિણી. બે મળી એક કાળચક્ર થાય. એવાં અનેક કાળચક્રનું એક પુગલપરાવર્ત. એવાં અનેકાનેક પુદ્ગલપરાવર્ત પસાર કરી જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા આર્યાવર્તમાં, જૈન કુળમાં, સુદઢ શરીરાદિ સંપત્તિ, સુગુરુ સમાગમ, ધર્મશ્રવણાદિક અનુષ્ઠાનો, મોક્ષાભિલાષ, તે સંબંધી સુયોગ્ય પ્રવૃત્તિ કરે તે ભાગ્યશાળીનું લક્ષણ ગણાવી શકાય. સંસારની નિર્ગુણતાનું ભાન, ધર્મશ્રવણેચ્છા, આદિથી પરિણામની શુદ્ધિ થકી જીવને માટે પુરુષાર્થની આવશ્યકતા ઊભી થાય છે. અહીં જે આવે તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરે છે. હવે તે જો ગ્રંથિને ભેદે તો જ સુંદર પ્રગતિ શક્ય બને. હવે અપૂર્વકરણ આવે. ક્યારેય પણ ન થયો એવો આત્માનો અધ્યવસાય કે પરિણામને અપૂર્વકરણ કહેવાય. આવો શુભ અને તીવ્ર પરિણામ જીવને પૂર્વે કદી પણ પ્રગટ્યો જ ન હોય. ગ્રંથિ નજીક આવી પહોંચેલા જીવે કર્માંથિને ભેદવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org