________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન 5 167 કર્મસ્થિતિની ન્યૂનતા પામતો નથી, ત્યાં સુધી તેવો જીવ નમસ્કાર મહામંત્ર કે તેનું નમો અરિહંતાણં પ્રથમ પદ પણ પામી શકતો નથી. તેથી આ મંત્રના માત્ર નમો શબ્દ પામનારનો સંસાર મર્યાદિત થઈ જાય છે. તેવો જીવ હવે પછી એક કોટાકોટિ સાગરોપમથી વધુ સંસારમાં રહેનાર હોતો નથી. તેનાં કર્મો નષ્ટ થાય તેમ વધે પણ ખરાં, પરંતુ તેની મર્યાદા ક્યારે પણ એક કોટાકોટિ સાગરોપમથી વધુ નહીં હોય. કેવું સુંદર આશ્વાસન ! જૈનકુળોમાં નવકારમંત્રની પ્રાપ્તિ સુલભ ગણાય તેથી તે અંગે ઉપરા વિચારણા કરી, કારણ કે ગ્રંથિદેશે આવેલા બધા જ જીવો કે જેઓ કર્મસ્થિતિની લધુતા પામેલા હોય તેઓ નવકારમંત્રાદિ પામેલા હોય તેવો નિયમ નથી. નિયમ તો એ છે કે જીવન જ્યાં સુધી ગ્રંથિદેશે આવવા જેવી કર્મની ન્યૂનતા ન પામે ત્યાં સુધી તે નવકારમંત્રાદિ પામી શકે જ નહીં ! ગ્રંથિદેશે આવેલો જીવ અસંખ્યાત કાળ સુધી ટકી શકે પણ તે દરમ્યાન તે આગળ ન વધે તો ફરી તે ગબડે છે. જેને જૈન કુળ પુણ્યોદયના યોગે મળ્યું છે તે જીવો ભાગ્યશાળી કહેવાય. અહીં સુધી આવેલા જીવો કેટલાક ચોથા અગર પાંચમા ગુણસ્થાનકે પણ હોઈ શકે. જેઓ ત્યાં સુધી ન પહોંચી શક્યા હોય તેઓ ગ્રંથિદેશે અવશ્ય આવેલા હોઈ શકે. સંસારસાગરમાં ઘૂમતાં ધૂમતાં નદીગોળપાષાણ ન્યાયે ગ્રંથિદેશે આવેલા જીવો માટે હવે પુરુષાર્થ કરવાનો સુયોગ્ય અવસર છે. અહીં આવેલા જીવો જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામતા જીવો ધારે તો પુરુષાર્થને ફોરવીને સમ્યગ્દર્શનાદિ આત્મગુણો પ્રગટાવવા સમર્થ બની શકે છે. અસંખ્યાત કાળ સુધી ટક્યા પછી તે પાછો પડે, અધિક સ્થિતિ ઉપાર્જે તે પણ શક્ય છે. પીછેહઠ પણ શક્ય છે. ગ્રંથિદેશો પહોંચ્યા પછી સફળ થવા પહેલો પુરુષાર્થ ગ્રંથિ ભેદવાનો છે. ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ શક્ય નથી. તે ભેદવામાં કાળની પરિપક્વતા અપેક્ષિત છે. ચરમાવર્તન પામેલો જીવ, જેની મુક્તિ એક પુદ્ગલાવર્ત કાળની અંદર થવાની છે તે જીવને મોક્ષ મેળવવાની ઇચ્છા થઈ શકે છે. તેનાથી વધુ કાળ સુધી જે જીવને સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે તેને મોક્ષની ઇચ્છા જ થતી નથી! પરંતુ મોક્ષની ઈચ્છા થતાં સાથે જ સમ્યકત્વાદિ પ્રાપ્ત થઈ જાય તે પણ શક્ય નથી. સંસારપરિભ્રમણ કરવાનો કાળ અર્ધ પગલાવર્તથી કંઈક ન્યૂનપણાને પામી ગ્રંથિભેદ કરી તે સમ્યગ્દર્શનાદિ પામી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org