________________ 194 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સમયમાં મોક્ષપુરી પહોંચી મુક્તિ મેળવી શકે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પછી પ્રમાદી ન બનતાં સુયોગ્ય પુરુષાર્થ કરવો કે જેથી કર્મલધુતા થતી જ રહે અને અંતિમ ધ્યેય હાંસલ કરી શકે. જ્ઞાન પણ મિથ્યાત્વ મોહનીયનો નાશ કરવામાં સહાયક બની જાય તો અલ્પજ્ઞ હોવા છતાં સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. થોડા જ્ઞાનવાળા આત્માના મિથ્યાત્વ મોહનીય કર્મનો નાશ થવામાં કર્મની મંદતા થવામાં હરકત નથી આવતી. જીવનો સંસાર તરફનો ઢાળ છે તે મોક્ષ તરફ ઢળવા માંડે, સંસાર તરફનો ઢાળ ઘટે તે પછી કર્મમંદતાના યોગે સમ્યકતા પમાય, કર્મના પ્રાબલ્ય હેઠે મિથ્યાત્વવાદી ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહીં. સમ્યગ્દષ્ટિ આત્મા જ ક્ષપકશ્રેણિ માંડી શકે. તે અવિરતિધર હોય, દેશવિરતિધર હોય, પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતો હોય કે અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતો હોય તેથી મિથ્યાદષ્ટિ ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહીં. કેવું છે કર્મનું પ્રાબલ્ય ! મિથ્યાદષ્ટિ આત્મા સમ્યક્ત પામ્યા વિના ક્ષપકશ્રેણિ માંડી શકતો જ નથી. પરિત્તસંસારી તે જ થઈ શકે છે કે જેઓ અમલા-અસંક્લિષ્ટ હોય. નવસ્મરણના કલ્યાણ મંદિર-સ્મરણના છેલ્લા પદમાં પણ લખ્યું છે કે તે ‘વિગલિમલ નિચયા અચિરાક્નોક્ષ પ્રપદ્યન્ત' કર્મની લઘુતા માટે વંદિત્તા સૂત્રમાં ૩૬મી ગાથામાં આવે છે કે : સમ્મદિઠી જીવો જઇવિહુ પાવં સમાચરે કિંચિત્ અપ્પોસિ હોઈ બંધો જેણે ન નિäધર્સ કુણઈ. સમ્યગ્દષ્ટિ જીવ જ નાનું સરખું પણ પાપ કરે તો તે નિર્દયતાપૂર્વક, કઠોરતાથી, સખતાઈથી કરતો ન હોવાથી તેનું બંધન અલ્પ હોય છે. કર્મલાઘવ કેવી રીતે નિષ્પન્ન થઈ શકે તે અહીં સૂચવ્યું છે. દાંત કચકચાવીને કર્મોપાર્જન ન કર્યું હોય તો તેનું ફળ સ્વલ્પ મળે છે. અજિતશાન્તિસ્મરણની ૩પમી ગાથામાં વવગેયકમ્મરયમલ ગઈ ગયું સાસય વિલિ' લઘુકર્મી થવા માટે ર્મના મલ અને રજ એટલે કે નિકાચિત કર્મો તે મલ અને અનિકાચિત કર્મો તે રજ. અથવા બદ્ધ અને નિધત્ત કર્મો રહિત થવું જોઈએ. કર્મની લધુતા માટે ભાવ આવશ્યક છે. કલ્યાણમંદિર મરણની ૩૮મી ગાથા કહે છે કે - ક્રિયા પ્રતિફલત્તિ ન ભાવશૂન્યાઃ ભાવવિહીન ક્રિયાઓ ફલદાયી નથી બનતી. તેથી શુભ, શુભતર, શુભતમ ભાવથી અણુ જેટલું સુકૃત મેરુ જેટલું બને છે અને અશુભ ભાવ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ હોવાથી અણુ જેટલું દુષ્કૃત મેરુ જેટલું ફળદાયી નિષ્પન થઈ શકે છે. તેથી યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org