________________ કર્મોની લઘુતાનું મહત્ત્વ 193 આવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરી નવરૈવેયક તથા નવ પૂર્વના જ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકાય છે. અભવ્યોમાં મોક્ષની ઇચ્છા ન જ પ્રગટે તે નાનીસૂની વાત નથી. આવું બનવાનું મુખ્ય કારણ મિથ્યાત્વમોહનીયના ગાઢપણાનો પ્રતાપ છે. આટલી ચર્ચાવિચારણા પછી સમજાયું હશે કે કર્મની લઘુતા માટે કોણે કેવો પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. ગ્રંથિદેશે આવેલા જીવોમાંથી જે આગળ પ્રગતિના પંથે પ્રયાણ કરનારા હોય છે તેમણે સમ્યગ્દર્શન પામવા માટે ગ્રંથિ ભેદવી પડે છે. જે જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પહોંચાડનારી કર્મલઘુતા પામે છે, અહીં સુધી આવી પહોચેલો જીવ જ્યારે અપૂર્વકરણ કરનારો બને છે, ત્યારે આ અપૂર્વકરણ દ્વારા ગ્રંથિ ભેદીને આગળ ને આગળ સત્ પુરુષાર્થ દ્વારા જીવનને સફળ બનાવે છે. ટૂંકમાં સારભૂત વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. ભવ્ય જીવો માટે આગળ પુરુષાર્થ માટે શુભ ભાવના કેળવવાની જરૂર છે. તે દ્વારા અણુ જેટલું સુકત મેર જેટલું થઈ જાય છે ! ભાવના માટે સુપ્રસિદ્ધ પંક્તિઓ આ પ્રમાણે છે : ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન. ભાવના તારા આત્મામાં સારાં પરિણામો પ્રગટે, પ્રગટેલાં સારાં પરિણામો ક્રમે ક્રમે વધે અને આ પરિણામો ટકી રહે તે માટે ખૂબ ખૂબ કાળજી રાખવી જોઈએ. સત્પરિણામોનો નાશ કરે અને અસત્પરિણામો પ્રગટે તેવાં નિમિત્તોથી સુદૂર રહેવું જોઈએ. સત્પરિણામોને પ્રગટ કરવામાં નિમિત્તભૂત સહાયક નિમિત્તોથી વિટળાયેલા રહેવું. ધર્મક્રિયાકલાપો, અનુષ્ઠાનો બહુમાનપૂર્વક સેવવાં જોઈએ તથા ભાવપ્રચુર રીતે શ્રદ્ધાદિ ગુણો દ્વારા દ્વિગુણિત કરવાં જોઈએ. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મની લઘુતા પામી શકાય છે. આ સચરાચર વિશ્વમાં ચાર પ્રકારના જીવો છે : જેવા કે ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય. ભવ્ય સિવાયના ત્રણ પ્રકારના જીવો મિથ્યાત્વાદિ દોષોથી દૂષિત હોવાથી ક્યારેય પણ મોક્ષ મેળવનાર નથી. અભવ્યો અને દુર્ભવ્યો યથાપ્રવૃત્તિકરણ સુધી જઈ શકે છે. કર્મગ્રંથિ ભેદી શકતા ન હોવાથી આગળની પ્રગતિ જેવું અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યગ્દર્શન પામી ન શકતા હોવાથી મિથ્યાત્વ તથા ભવાભિનંદીષણાથી સંસારમાં રઝળવાનું મુનાસિબ છે. ભવ્યો પણ એક કોટાકોટિ સાગરોપમની કર્મલઘુતા મેળવી આગળ ન વધે તો અનંતીવાર આ સમયમર્યાદામાં વધઘટ થતી રહે. યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરી કર્મબદ્ધતા પ્રાપ્ત કરી ગ્રંથિભેદી આગળ આગળનાં પગથિયાં ચડ્યા કરે તો જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે અને ત્યારપછી અર્ધપગલપરાવર્ત જૈન-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org