________________ 192 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જીવોએ જીવનમાં યોગ્ય સુપુરુષાર્થનું ધ્યેય રાખવું આવશ્યક છે. ગ્રંથિદેશ સુધી પહોંચવું તે અનન્ય ભાગ્યશાલિતો છે. તે નિરર્થક ન નીવડે, તેને સફળ કરવા પ્રયત્નશીલ રહ્યા કરો, એવો સદુપયોગ કરતા રહેવું જોઈએ કે જેથી ભાગ્યશાલિતા ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે. તે દ્વારા પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન આત્મગુણને પ્રગટાવવા સમર્થ બની શકે. તેઓ માટે આ યોગ્ય અવસર છે. ત્યાર પછી તે જીવ કદાપિ પ્રાપ્ત ન કરી હોય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ગ્રંથિદેશે આવી જીવ ટકી ન શકે, પાછો પડી પણ જાય. યોગ્ય સ્થિતિ કરતાં વધુ સ્થિતિ ઉપાર્જ. ગ્રંથિદેશે આવેલો જીવ જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ એવો નિયમ કરી ન શકાય. ગ્રંથિદેશે આવેલો જીવ જ દ્રવ્યથી પણ થોડું આચરણ કરી શકે છે. અભવ્યો તથા દુર્ભવ્યો જિનશાસને ઉપદેશેલા શ્રતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે છતાં તે પ્રગતિ સાધનારો બને જ નહીં અને પાછો પડે. શ્રુતચારિત્રાત્મક ધર્મને દ્રવ્યાચરણથી વિભૂષિત કરનારાઓએ તેથી સાવધ બનવું જોઈએ. પ્રગતિ સાધવાની આ તક જતી રહી તો તે ક્યારે પ્રાપ્ત થાય તે કહી ન શકાય. આવી તક ઘણા લાંબા વખતે પણ મળે ! ગ્રંથિદેશ સુધી આવ્યા પછી સૌપ્રથમ પ્રયત્ન પુરુષાર્થગ્રંથિ ભેદવાનો કરવાનો છે - કેમ કે ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ સધાતી નથી. ચરમાવર્ત કાળ પામેલાને એટલે કે એક પુગલપરાવર્તની અંદર તેને મોક્ષેચ્છા થઈ શકે છે. તેથી વધુ કાળવાળાને તેવી ઈચ્છા થતી નથી. ઇચ્છા પછી પણ તરત જ ગ્રંથિભેદ ન થઈ શકે, સમ્યક્ત ન મળી શકે. સંસારપરિભ્રમણનો સમય અર્ધપગલપરાવર્તથી થોડો ઓછો રહે ત્યારે જ ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ બાદ ચરમાર્થપગલપરાવર્તથી ઓછા સમયમાં મુક્તિગામી થશે એમ નિશ્ચિતપણે કહી શકાય એવા કેટલાક ભવ્ય જીવો હોય કે જેઓએ આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ મોક્ષેચ્છા પ્રગટાવી ન હોય. ઇચ્છા આવા પ્રકારની પ્રગટી ન હોય તેથી જીવને અભવ્ય કે દુર્ભવ્ય ન કહી દેવાય. જેને ક્યારેય પણ મોક્ષેચ્છા ન પ્રગટે તેને અભવ્ય કહી શકાય. જ્યાં સુધી જીવ કાળની પરિપક્વતા પામતો નથી ત્યાં સુધી એ દુર્ભવ્ય કહેવાય કેમ કે કાળની પરિપક્વતાની યોગ્યતા છે પરંતુ હજી તે પામેલ નથી તે દુર્ભવ્ય. જાતિભવ્યમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે તેવી યોગ્યતા જરૂરી છે પણ તે પ્રગટાવનારી સામગ્રી પામવાના જ નથી. ભવ્યાદિ ચારેય પ્રકારના જીવો વિશેની ચર્ચા પછી ભવ્ય જીવોને સપુરુષાર્થની પ્રેરણામાં ગજબની તાકાત છે એ તેમની ભવિતવ્યતાની સાનુકૂળતા સૂચવે છે તેથી હવે પુરુષાર્થની જ વાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org