________________ કર્મોની લઘુતાનું મહત્ત્વ 191 સમર્થ બની શકતા નથી. ગ્રંથિદેશે આવ્યા પછી જો અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટે તો જ ગ્રંથિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિની સફળતા છે. અભવ્ય જીવો સ્વભાવે એવા છે કે તેઓ ગ્રંથિદેશાદિ પામે છે પણ અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટતી નથી. દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. તેઓ સ્વભાવે મુક્તિગમનની યોગ્યતા ધરનારા હોવા છતાં પણ તેઓ અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટાવવા સમર્થ નીવડતા નથી. ભવ્યાત્માઓની ગ્રંથિદેશ સુધીની પ્રાપ્તિ ત્યારે જ સફળ નીવડે જ્યારે ભવિતવ્યતાદિ અનુકૂળ હોય. જાતિભવ્યોમાં મોક્ષની ઇચ્છા પ્રગટે એવી યોગ્યતા જરૂર છે; છતાં પણ તે યોગ્યતા પ્રગટે તેવી સામગ્રી જ પામતા નથી ! અભવ્યાદિ જીવો મોક્ષદ્વેષી તથા સંસારરાગી હોવાથી ઉત્કૃષ્ટ તપ, શ્રત તથા ચારિત્રના ધારક એવાં હોય કે આપણે મોંમાં આંગળાં નાંખી દઈએ. તેઓ નવપૂર્વનું જ્ઞાન ધરાવનારા હોઈ શકે છે, નવગ્રેવેયક સુધી જઈ શકે, પરંતુ ઉપર ગણાવેલાં લક્ષણો તથા પગલાનંદી, સંસારરાગી, ભવાભિનંદી હોઈ શુભભાવના અભાવમાં અપૂર્વકરણાદિ કરી સમ્યકતા ન પામતા હોવાથી સંસાર-સાગરમાં રખડપટ્ટી કરતા રહે છે. ભવ્ય શરમાવર્તકાળને પામે પછી અચરમાવર્તને પામે નહીં, પરંતુ કર્મોની પરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયે થકી જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતીવાર થઈ શકે. તેથી કર્મસ્થિતિ ઘટ્યા વિના ગ્રંથિદેશે પહોંચી શકાય જ નહીં. દ્રવ્યશ્રત અને ચારિત્ર ઊંચી કક્ષાનું હોવા છતાં પણ મિથ્યાત્વી જીવો જેવાં તે તામલી તાપસ કે જેણે 60,000 વર્ષ સુધી તીવ્ર તપશ્ચર્યા કરી 21 વાર ધોઈ નિ:સત્ત્વ ખોરાક ખાતો પણ તે બધું એક સમકિતીની નવકારશી કરતાં પણ નગણ્ય બન્યું! નરકગામાં મમ્મણ શેઠનું તપ પણ નિરર્થક નીવડ્યું એટલું જ નહીં પણ તે નરકગામી બન્યો. નિહનવો પણ એક દોષને લીધે મિથ્યાત્વી ગણાય. ગ્રંથિદેશે આવ્યા પછીની અવસ્થા એવી નથી કે તેની સમયમર્યાદા સુધી જીવ ત્યાં ટકી રહે. જો ટકી રહે તો પ્રગતિ કરે, પણ જીવ પ્રગતિ જ કરે તેવો નિયમ નથી. ગ્રંથિદેશે પહોંચી જીવ અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે. ગ્રંથિદેશે ટક્યા પછી તે જીવ પાછો પડે અને ગ્રંથિદેશ યોગ્ય કર્મસ્થિતિ કરતાં વધુ કર્મસ્થિતિ ઉપાર્જે એ પણ શક્ય છે. બીજી રીતે વિચારીએ તો તેવો જીવ ગ્રંથિદેશે આવી પુરુષાર્થ કરે નહીં, યોગ્ય પ્રગતિ કરે નહીં, તો તેવો જીવ છેવટમાં છેવટે અસંખ્યાત કાળે પાછો પડી જ જાય. સંસારમાં લટાર મારે ! આથી એવું માલુમ પડે છે કે ચરમાવર્તને પહોચેલો, અપુનબંધક જીવ યોગ્ય પ્રમાણનો પુરુષાર્થ કરે તો એક કોટાકોટિ સાગરોપમથી પલ્યોપમ ન્યૂન સમયમાં, અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સમયમાં મુક્તિધામ સિધાવે જ અને તેથી એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org