________________ --- કર્મોની લઘુતાનું મહત્ત્વ છે 195 સમ્યક્તાદિ મેળવવા માટે સુયોગ્ય, દીર્ઘ, સતત, એકસરખો પુરુષાર્થ કરવો જેથી તીવ્ર, તીવ્રતમ તીવ્રતમ શુભભાવાધિક્ય જળવાઈ રહે અને તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અશુભધ્યાન, દુર્બાન દૂર ને દૂર હડસેલી મોક્ષલક્ષ્મી વરવા તૈયાર થવાય. અતિદુર્લભ સમસ્ત માનવકાળ ધર્મારાધનાનો મહા કીમતી કાળ છે. તે લેશ પણ વેડફી નાંખવો ન જોઈએ. બાહ્ય કાયિક, વાચિક કે માનસિક પુરુષાર્થ હોય તે સર્વે માટે, ધર્મારાધના માટે જ કરવો છે. એટલે કે દરેકે દરેક વિચાર, વચન કે કાય-ગાત્રોનો વર્તાવ ધર્મારાધના માટે જ રાખવો છે. આ ભાર મન પર રખાતો નથી તેથી ધર્મક્રિયા કે ધર્મારાધના ચાલતી હોય એ વખતે સાંસારિક જંજાળોમાં તો પાપ-પુરુષાર્થની લોથ ચાલુ જ છે. જ્યારે અથાગ પુણ્યોદયે ધર્મક્રિયા, ધર્મારાધના મળી તો ત્યાં એ ચાલતી હોય ત્યારે પણ ફજુલ વિચારો પાપપુરુષાર્થના જ ચાલતા હોય તો પછી કર્મલાઘવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણથી આગળ વધતાં સમ્યક્ત પામનારે ધર્મયૌવનકાળમાં પ્રવેશ કર્યો છે. તેથી કર્મલાઘવ માટે ધર્મસંન્યાસ સં-ન્યાસ, યોગસંન્યાસ કરવો હિતાવહ છે. (આ બંને જૈન પારિભાષિક શબ્દો છે.) કર્મલાઘવતા માટે ફરી શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીને યાદ કરીએ. તેઓએ ફરમાવ્યું છે : સંસારસાગરાઓ ઉબુડો મા પુણો નિબુડિજ્જા | ચરણકરણવિખૂહીણો બુડુઈ સુબહુપિ જાણતો | કર્મલાઘવ માટે ધર્મલેશ્યા વધારી પુણ્યાનુપુષ્ય શુભાશયથી મેળવવું જોઈએ. તે માટે (1) પાપનો પ્રબળ-તીવ્ર સંતાપ, (2) બહુ ગદ્ગદ દિલે ધર્મસાધના, (3) ધર્મસાધનામાં તદ્દન નિરાશસભાવ, (4) અપૂર્વ હર્ષોલ્લાસ અને (5) રોમાંચ. એના પુષ્ટિકરણ માટે કલ્યાણમંદિર સ્તોત્રનો ૩૪મો અને ૪૩મો શ્લોક જોઈએ. ધન્યાસ્ત એવ ભવનાધિપ! યે ત્રિસન્ધામારાધયક્તિ વિધિવત્ વિધુતાન્યકૃત્યા ! ભજ્યોલ્લસત્પલકપક્સલ દેહદેશાઃ પાદદ્વયં તવ વિભો મુવિજન્મભાજ: . સાન્દોલ્લસત્પલકકચિતાગ્ર ભાગા: ત્વહિંમ્બનિર્મલમુખાબુજબલક્ષાઃ || આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તગતચિત્ત, તલ્લેશ્યા, તન્મયતા, તદ્રુપતા સહિત ક્રિયા કે ધાર્મિક અનુષ્ઠાનો કરતા હોવા જોઈએ. આ ક્યારે બની શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org