________________ 48 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મેળવ્યું. એક વાર જ્યારે ખંધક (સ્કંદક) મુનિ જિનકલ્પની આરાધના કરતા હતા ત્યારે આમરણ ઉપસર્ગ તેમના ઉપર આવ્યો. ચામડી ઉતરડાઈ ગઈ છતાં ભારે સમતાથી ઉપસર્ગ સહન કરી કૈવલ્ય પામી મોક્ષે ગયા. ગરમીથી બચવા પિતાએ તેના માટે છત્રીધર રાખ્યો હતો, તે આ ખંધકમુનિ. અજૈન રાજા સોમચંદ્રને રાણીએ દૂત આવ્યો એમ કહી જાગ્રત કર્યો. સગર્ભા રાણીનો પળનો પણ વિલંબ કર્યા વગર તેણે સંન્યાસ સ્વીકાર્યો, પ્રસન્નચંદ્રના માથે રાજ્યભાર નાંખ્યો. રાણી મૃત્યુ પામી અને નવજાતનું નામ વલ્લલચીરી પાડ્યું. તેના વિરહમાં પિતાએ દષ્ટિ ગુમાવી. એક વાર બે ભાઈઓ તેમની પાસે આવ્યા, તેના આનંદથી આંખમાં ફરી દષ્ટિ આવી. આશ્રમના દૈનિક કામ કરી રહેલા વલ્કલચીરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતામુનિ તથા મોટા ભાઈ પ્રસન્નચંદ્રને સમ્યકત્વનું દાન કર્યું અને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. કૃષ્ણના નાના ભાઈ ગજસુકુમારનું લગ્ન પ્રભાવતી તથા સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા સાથે તે અતિ રૂપવતી હોવાથી કૃષ્ણ કરાવ્યું. નેમિનાથજીની દેશનાથી વિરક્ત થઈ તે ત્રણે દીક્ષિત થયા. કર્મક્ષય કરવા વધુ સંકટો સહન કરવા ગજસુકુમાર મુનિ સ્મશાનમાં કાયોત્સર્ગમાં રહ્યા. રોષે ભરાયેલા સોમિલ સસરાએ માથે અંગારા ભરી મોક્ષની પાઘડી પહેરાવી. બીજે દિવસે નેમિનાથને વંદન કરવા જઈ રહેલા કૃષ્ણ વૃદ્ધપુરુષને ઈટના કાર્યમાં મદદ કરી. કૃષ્ણ ભગવાનને ગજસુકુમારના ક્ષેમકુશળ પૂળ્યા. પ્રભુએ ફરમાવ્યું, હે કૃષ્ણ ! તે મોક્ષ પામી ગયા. જેવી રીતે તે પેલા ડોસાને મદદ કરી તેમ સોમિલે ગજસુકુમારને મોક્ષ મેળવવામાં માથે દેવતાની પાઘડી બાંધી મદદ કરી છે. ભવના ફેરામાં છેલ્લી મા કરજે એવી માતા દેવકીની આશા પૂર્ણ કરી, ફળીભૂત બનાવી મોક્ષગામી થઈને. પર્યુષણ મહાપર્વમાં જેના નિમિત્તે અઠ્ઠમ તપ કરાય છે, તે નાગકેતુ પૂર્વભવમાં વાણિયાનો પુત્ર હતો. માતાના મૃત્યુથી પિતાએ બીજી પત્ની કરી, જે તેને દુ:ખ દેતી હતી. મિત્ર પાસેથી જાણ્યા પછી પર્યુષણમાં અઠ્ઠમ તપ કરીશ એ વિચાર સાથે સૂઈ ગયો. ઝૂંપડીમાં અગ્નિ નાંખી ઓરમાન માએ તેને મારી નાંખ્યો. શુભ ધ્યાનથી શ્રીકાંત શેઠને ત્યાં જન્મ્યો. અઠ્ઠમ તપ કરી તે મરી ગયો જાણી તેને દાટી દીધો. બાળકનું નામ નાગકેતુ પાડ્યું હતું. ધરણેન્દ્ર તે મર્યો નથી તેમ બતાવ્યું તથા ગળામાં હાર પહેરાવી ચાલ્યો ગયો. તે ધર્મની આરાધના કરે છે. જિનપ્રાસાદ પર પડતી શિલાને નવકારમંત્રથી અટકાવી તેથી તે દેવને નાગકેતુની તપશક્તિ સહન ન થતાં શિલાને સંહારી લઈ સ્વસ્થાને ગયો. એક વાર નાગકેતુ પુષ્પોથી જિનપૂજા કરતો હતો. તેમાંથી નીકળેલા તંબોલી સર્પે દંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org