________________ પળમાં પેલે પાર - 49 દીધો. શરીરે ઝેર વ્યાપી ગયું. પીડા તરફ આંખ આડા કાન કરી શુભ ધ્યાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા. તેથી પર્યુષણ પર્વમાં છઠ્ઠ, અઠ્ઠમાદિ તપ કરી જે ભાવુકો કલ્પસૂત્ર સાંભળે છે, તે જીવો પ્રાયઃ સાત-આઠ ભવમાં મોક્ષે જાય છે તેવી માન્યતા પ્રવર્તે છે. શ્રેણિક રાજા ચિત્રશાલા બંધાવે છે. તેનો દરવાજો તૂટી જાય છે. તે માટે બત્રીસલક્ષણાનો વધ મુકરર થાય છે. પડહ વગાડ્યો. અમરનાં માતા-પિતા તેના જેટલું સોનું સાટામાં લઈ વધ માટે આપે છે. ગુરુએ આપેલા નવકારમંત્રનો અમર શ્રદ્ધાપૂર્વક જાપ જપે છે. સર્વ જીવોને ખમાવી દે છે. અગ્નિકુંડ સિંહાસન બને છે. ત્યારબાદ તે સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં હોય છે, ત્યારે માતા તેને મારી નાંખે છે. મૃત્યુ બાદ મહાવિદેહમાં જન્મે છે. ચારિત્ર લઈ ઘાતકર્મો ખપાવી કેવળજ્ઞાન-કેવળ.દર્શન મેળવે છે. પ્રતિષ્ઠાનપુરના રાજવીનો કુંવર મદનબ્રહ્મ બત્રીશ કન્યા પરણે છે. તપસ્વી મુનિની વાણી સાંભળી પત્નીનો ત્યાગ કરી અણગાર બન્યા. વિહાર કરતાં મધ્યાહ્ન સમયે બાર-બાર વર્ષોથી વિરહાગ્નિથી બળી રહેલી યુવતીએ તેમને પધારવા આમંત્રણ આપ્યું. મદનવિહૂલા માનિનીને ધર્મલાભ સાટે (ભોગ માટે) કહ્યું. જઈ રહેલા મુનિના પગમાં ઝાંઝર પરોવી દીધું, ત્યારથી તે ઝાંઝરિયા મુનિ તરીકે ખ્યાતનામ થયા. વિહાર કરતાં અનુક્રમે કંચનપુર પધાર્યા. ગોચરી માટે રાજમાર્ગથી પસાર થઈ રહેલા મુનિને ઝરૂખામાં સોગઠાબાજી રમી રહેલી મહારાણી જોતાંવેત પોતાના ભાઈને ઓળખવાથી તેની અશ્રુભીની આંખો રાજાએ જોઈ. કલ્પી લીધું કે તે તેનો જાર હશે, તેથી ખાડામાં નાંખી ગરદન ઉડાવી દેવા સેવકોને કહ્યું. તેના માટે તૈયાર કરેલા ખાડામાં મુનિવર સમતા રસમાં ઝીલવા લાગ્યા. મન-વચન-કાયાથી વિશ્વના સકલ જીવોને ખમાવી, ચાર શરણ સ્વીકારી, આત્મધ્યાનમાં લીન થયા. લોહીથી ખરડાયેલો તેમનો ઓઘો અને મુહપત્તિ રાજાના ચોકમાં પડ્યાં. મુનિ રાગ-દ્વેષથી પર થઈ, સમશત્રુ મિત્રભાવ ધારી, ક્ષપકશ્રેણીએ ચઢી, ઘાતી કર્મોનો ચૂરો કરી, શુક્લધ્યાનમાં લીન થઈ, આયુષ્યનો ક્ષય થતાં અંતકૃત કેવળી થયા. આ તરફ રાણીનું રુદન સાંભળી દોડી આવેલા રાજાને ખરી સ્થિતિનું ભાન થતાં ખેદપૂર્વક તીવ્ર પશ્ચાત્તાપ કરી, દુષ્કૃત્ય ગહદિ કરી, અનિત્ય ભાવનામાં ચઢે છે. સાચા દિલના પશ્ચાત્તાપથી પાપનો કુંજ પ્રજળી ગયો અને તે ક્ષણે રાજાને પણ કેવળજ્ઞાન થયું ! નાસ્તિકશિરોમણિ શ્રેણિકરાજા જ્યારે અનાથમુનિના સમાગમમાં આવ્યા જૈન-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org