SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાશસભાવ 121 અસહ્ય પીડા અવગણીને નવકાર રટતો મૃત્યુ પામે છે. નવકાર મંત્રનું રટણ એવું જોમવાળું, સવવાળું હતું કે આ વેદનાને વિસાતમાં ન લેતાં રટણમાં ખૂબ લીન બની ગયો. મરીને સુદર્શન શેઠનો ભવ મેળવે છે. રૂપાળી અને સામેથી ભોગસુખની માંગણી કરનાર અભયારાણીથી ન લલચાતાં બ્રહ્મચર્યમાં અડગ રહે છે. રાણીનો ખોટો આરોપ, રાણીની અહિંસા ખાતર રાણીના પ્રપંચ અંગે મૌન ધારણ કરી સર્વ પ્રગટાવે છે. તે જ ભવમાં મોક્ષ, કેમ કે શૂળીનું સિંહાસન થઈ ગયું. નિરાશસભાવનો પ્રતાપ ને ! નિરાશસભાવે ભક્તિમાં ગદ્ગદતા તથા એકાગ્રતા માટે કલ્યાણ મંદિર સ્તોત્રમાં જણાવ્યું છે કે :इत्थं समाहितधियो विधिवत्... सान्द्रोल्लसत्पुल कवज्युकिताङभागाः / त्वबिम्बनिर्मलमुखाम्बुजबद्ध लक्षाः... संस्तवं रचयन्ति भव्याः // પોતાના ભાઈ સાથે પત્ની તરીકેનું જીવન વ્યતીત કરતાં ઘટસ્ફોટ થયા પછી પશ્ચાત્તાપપૂર્વક સાધ્વી બનેલાં પુષ્પચૂલા વીતરાગ બનવા માટે પતિની નગરીમાં રહી, પતિ તેનું દર્શન કરી શકે તેવી રીતે સાધ્વી બનેલી પુષ્પચૂલા ચારિત્ર ધર્મને ઊની આંચ ન આવે તેવી રીતે આચાર્ય ભગવંત અર્ણિકાપુત્રની ઉચ્ચ કક્ષાની વૈયાવચ્ચ કરતાં કરતાં વીતરાગી, વીતદ્વેષી બની કેવળી બને છે. તેમાં રાગના ઘરમાં રહી રાગને માર્યો, તે જ નગરીમાં રહેવાનું હોવાથી ક્યાંય મમત્વ ન બંધાય તે માટે, શિથિલતા ન પેસે એ માટે સંયમની સાધના વધુ ને વધુ હોંશ, જોસ, પરિણતિવાળી બનાવી; તથા ઉપકારી મહાગુણિયલ આચાર્યની સેવામાં અહોભાગ્ય સમજી સેવામાં કમી ન રાખી. આ ભાવો પર આગળ ને આગળ વધતાં રહ્યાં. સંયમથી બહારના પૌગલિક પદાર્થો પર નિરાશ ભાવ વધારતાં જ ગયાં જેથી કેવળીપદ પામ્યાં. પ્રશસ્ત રાગમાં પણ કોઈ ફળની આશા જ નહીં તેથી એ રાગને છૂટતાં વાર નહીં અને કેવળજ્ઞાન તેનું મહામૂલ્યવાળું ફળ. નિરાશસભાવ કેળવવો એ એક પ્રકારનું ઉત્કૃષ્ટ તપ છે. નિરાશસભાવના પ્રખર તપથી જૂનાં અકબંધ પાપકર્મોનો ક્ષય થાય છે, અને તે દ્વારા લબ્ધિઓ ઊભી થાય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં આરાધનામાં, અનુષ્ઠાનમાં કે ઇતર ધાર્મિક વિધિવિધાનોમાં મન નિરાશસભાવે વિશુદ્ધ ભાવનાથી તન્મય, તલ્લીન, તદાકાર થાય તો તે શુભ ધ્યાન ઘણાં ઊંચાં ફળ આપનારું થાય છે. દુઃખને અને વિપત્તિને સલામ તથા સંપત્તિ તથા સુખાદિનું સ્વાગત કરવું તે નિરાશસભાવ પ્રાપ્ત કરવાનું એકમેવ અદ્વિતીય કારણ છે. મહાભારતમાં કુન્તી પણ કહે છે કે, વિપઃ નઃ સતુ શવત્ મહારાજા. શ્રેણિક અનાથમુનિના નાથ બનવાનો પ્રસ્તાવ રજૂ કરે છે ત્યારે મુનિ કહે છે કે તું પોતે જ અનાથ હોઈ કેવી રીતે મારો નાથ બની શકીશ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy