SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 120 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નાહી ધોઈ નાના બનાવેલા મંદિરમાં પ્રતિષ્ઠિત કરી. મહાનિધાન મેળવ્યું એમ માની પ્રતિદિન મૂર્તિપૂજા ન થાય ત્યાં સુધી પાણીનું ટીપું પણ મોઢામાં ન નાંખવાનો નિયમ લે છે. એક વાર સાત સાત દિવસો સુધી વરસાદની હેલી થઈ. સાત દિનના ઉપવાસ થયા. ચક્રેશ્વરી અધિષ્ઠાયિકા દેવી પ્રગટ થઈ કારણ કે આઠમા દિને પ્રભુ પાસે જઈ રડ્યો. દેવી કહે છે કે ભક્તિની બદલામાં માંગ માંગ. પ્રભુ, ભક્તિ મને આપો. તે કહે છે કે એ તો તારી પાસે છે જ. જો તે મારી પાસે હોત તો 7-7 દિવસો વાંઝિયા કેમ ગયા? ફરી દેવી કહે છે મારું પ્રગટ થવું નિષ્ફળ જાય નહીં. રાજપાટ કે ખજાનો માંગ. તે કહે છે હાથી વેચી ગધેડો નથી લેવો. મારે તો ઊંચી ભક્તિ જ જોઈએ. દેવી હાથ જોડે છે. તેની પ્રભુભક્તિ પર ઓવારી ગઈ. ઉત્કૃષ્ટ ભક્તિના પરિપાક રૂપે સાતમા દિને રાજા થશે એમ તત્કાળ ફળે તેવા પુણ્યથી નગરીનો રાજા થઈશ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગઈ. દેવપાલને ચિંતા થઈ કેમ કે હોલામાંથી ચૂલામાં પડ્યો. દેવપાલે ભક્તિના ધર્મને સર્વેસર્વો રાખ્યો. રાજા બન્યો, રાજકુંવરી પરણ્યો પછી પણ ભક્તિને સર્વેસર્વા રાખવા રાજ્ય ચલાવવાનું કામ શ્રાવક મહામાત્યને સોંપી દીધું અને તે પુણ્યના પરિપાક રૂપે તીર્થકર નામકર્મ નામનું પુણ્ય કમાઈ ગયો. કમઠના લાકડામાંથી બહાર કાઢવામાં આવેલા અર્ધદગ્ધ સાપને પાર્શ્વકુમાર તરફથી નવકાર સંભળાવવામાં આવ્યો. તે એમાં ગદ્ગદ થઈ ઓતપ્રોત થઈ ગયો કે મૃત્યુ બાદ ધરણેન્દ્ર થયો. આ પ્રમાણે સમડી, બળદ જેવાંને પણ દુઃખદ અંતકાળે નવકાર સાંભળવા મળ્યો. તેમાં ગગદ થઈ એકાકાર થવાથી સુંદર માનવઅવતાર પામ્યા. રાવણ સમકિતી જીવ હતો. અષ્ટાપદ પર્વત ઉપર ખૂબ ભાવપૂર્વકની ભક્તિથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્ર ઇચ્છિત માંગી લેવાની લાલચ બતાવી. રાવણ ન લલચાયો, કેમ કે તેની ભક્તિ નિરાશસભાવની હતી. એણે પ્રત્યુત્તરમાં કહ્યું કે ભક્તિના પરિપાકરૂપે મારે મોક્ષ જોઈએ છે જે તું આપી નહીં શકે. ધરણેન્દ્ર બે હાથ જોડી જણાવે છે કે મારો મોક્ષ હું કરી શકતો નથી તો તને તે કેવી રીતે આપી શકું? અરણ્યમાં મહાત્મા પાસેથી માત્ર “નમો અરિહંતાણં' પદ મેળવનાર નોકરે આકાશગામિની વિદ્યાબળે ઊડી જનાર મુનિ પ્રત્યે આકર્ષાઈ દિન-રાત તેના આચરણમાં ચકચૂર છે. તેનું માહાસ્ય તથા ઊંચું મૂલ્ય સમજી શેઠ પાસેથી સમગ્ર નવકાર મેળવી તેમાં નિરાશસભાવે એકાકાર થઈ રટણ કરે છે. એક વાર નદીમાં પાણી ભરાયા પછી તરતાં તરતાં પેટમાં ખૂંટો ખૂંપી જાય છે. નાગકેતુ જેમ સર્પના ડંસને અવગણી પૂજામાં એકાકાર બને છે તેમ તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy