________________ નિરાશસભાવ - 119 જોડાવા પોતાના ગામમાં આવ્યા. પરંતુ પત્ની નાગિલાની કુનેહથી ચારિત્ર્યના મહામૂલ્યનો ખ્યાલ આવી ગયો; હવે ચારિત્ર્યપાલનમાં ભારે જોમ તથા ઉત્સાહ આવ્યો. આ પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે જંબુસ્વામીના ભવમાં 8-8 પત્નીઓને પણ વિરક્ત બનાવી પ૨૭ જણા સાથે દીક્ષિત થયા. પુણ્યનો કેવો ગુણાકાર, નિરાશસભાવ હતો ને ! ગરીબના ગમાર દીકરા સંગમ માટે સામગ્રી માંગીને માતા ખીર બનાવે છે; તે ખીર મુનિને કલ્યાણમિત્રની સોબતના લીધે ગદ્ગદભાવે નિરાશંસ બુદ્ધિથી વહોરાવી તે રાતે મર્યો ત્યાં સુધી ગુરદયા તથા ત્યાગની અનુમોદના કરતાં કરતાં બીજા ભવમાં ત્યાગના સંસ્કાર એવા બળવત્તર થયા કે ધનાઢ્ય શાલિભદ્ર થયો એટલું જ નહીં પણ મારા માથે સ્વામી છે તે જાણ થતાં ધન્નાની સાથે દીક્ષિત થઈ નિરાશસભાવે ધર્માનુષ્ઠાનાદિ કર્યા. ગગદ દિલ સાથેની ધર્મસાધના જીવનમાં કેવું ચમત્કારિક ફળ આપે છે તે મહાન શ્રાવક નાગકેતુના જીવનમાં જોવા મળે છે. પુષ્પ-પૂજામાં એક પછી એક પુષ્પો રૂપી એવા ભગવાનની મૂર્તિમાં ગોઠવ્યે જાય છે. તે કરતાં નિરાશસભાવે અરૂપી ભગવાન સાથે અસંગભાવ ઉત્પન્ન થાય છે. ફૂલમાં રહેલો એ સાપ ડેસે છે. ચરમશરીર હોવાથી મોક્ષગામી છે. પ્રભુની પૂજાના રાગી હતા તેથી ભાવોલ્લાસ ધ્યાન પ્રભુભક્તિમાં રહે છે. આ ધ્યાન કેવું જોરદાર હશે કે વીતરાગતા સુધી પહોંચી ગયું કેમ કે શુક્લધ્યાનનાં છેલ્લાં બે ચરણોથી જ કેવળજ્ઞાન સુલભ બને છે. ગગદભાવ, નિરાશસવૃત્તિ, અહોભાવ, નિ:સર્ગના અને કેવળજ્ઞાન. તાત્પર્ય આમ છે કે પ્રભુભક્તિમાં કે બીજી ધર્મસાધનામાં ગગદભાવ જેટલો જોરદાર એટલી શુભ અધ્યવસાયોની આત્મપરિણતિ જોરદાર બનતી જાય, સુદત્ત રાજર્ષિ પાસે ચોરને શિક્ષા માટે લાવવામાં આવ્યો છે. થનારી શિક્ષા અને તે પાપ તથા રાજા તરીકે અઢળક પાપો કરવાના પ્રસંગોથી ઉદ્વિગ્ન થઈ ગગદભાવે રાજર્ષિ પદ છોડી દેતાં અવધિજ્ઞાન થાય છે. કેવો ગદ્ગદભાવનો પ્રભાવ ! છેવટની ક્ષણોએ ગદ્ગદભાવ, નિરાશંસવૃત્તિથી ખંધકમુનિ, સાધ્વી મૃગાવતી, ચંદનબાળા, આચાર્ય મહારાજ અર્ણિકાપુત્ર, પુષ્પચૂલા, ચિલાતીપુત્ર, દૃઢપ્રહારી વગેરે કલ્યાણ કામી બની જતાં હોય છે. નિરાશસભાવે કરાતી ધર્મસાધનામાં અરિહંતપદના આરાધક દેવપાલનો પ્રસંગ મનોભાવમાં ઊપસી આવે છે ને? શેઠનાં ઢોરો ચારનાર ક્ષત્રિય જાતિના રજપૂત નોકરને જંગલમાં ભેખડમાંથી ઋષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org