________________ 13 નિરાશસભાવ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રીપાળચરિત્રમાં પ્રથમ શ્રી સિદ્ધચક્રનું સ્વરૂપ દર્શાવી “શતો ટાંતો નિક્રિયા' એ શ્લોક દ્વારા આરાધક આત્મા કેવા પ્રકારની વિશિષ્ટ યોગ્યતાવાળો હોય છે તેનું વર્ણન કરે છે. ખારાધક આવા વિશિષ્ટ ગુણવાળો હોવો જોઈએ. આવા ગુણથી રહિત-ગુણહીન આત્મા વિરાધક કોટિમાં ગણાય છે. ઉપર જણાવેલા ગુણોવાળો આત્મા નિરાશસભાવે ભક્તિ કરી શકે છે. પુણ્યાનુબંધી પુણ્યનાં ત્રણ કારણો બતાવ્યાં છે : (1) પાપનો પ્રબળ પશ્ચાત્તાપ; (2) ગગદભાવે ધર્મારાધના અને (3) ધર્માનુષ્ઠાનમાં નિરાશસભાવ. જો ધર્મારાધના અહોભાવવાળી હોય તો પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થાય. મહારાજા કુમારપાળે પૂર્વભવમાંથી પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવેલાં પ પિઠ, વ્યસની બહારવટિયાના જીવન પછી ગુરુયોગથી ધર્મી જીવન બનાવ્યું. પાંચ કોડીના ફૂલથી જિનેન્દ્રની જે અહોભાવગર્ભિત ગદ્ગદભાવ અપૂર્વ હર્ષોલ્લાસથી પૂજા કરી તો અઢાર દેશનું રાજ્ય મળ્યું. વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા શિવકુમારને પિતાની શિખામણ યાદ આવી. મુશ્કેલી જેવા મૃત્યુના મુખમાંથી ઉગારવાના એક ઉપાય તરીકે ગદ્ગદભાવે નિરાશંસ બુદ્ધિથી નવકારમંત્રનું રટણ કરે છે અને આપત્તિ આવે તો નવકાર યાદ કરજે” એ પિતાના વાક્યથી ભીના દિલથી ગદ્ગદભાવ અદ્ધામય દિલથી નવકાર ગણતાં જ.ગીનો સુવર્ણ પુરુષ બની ગયો, સંકટમાંથી મુક્ત થયો, ધર્મ ભૂલ્યાનો પારાવાર પસ્તાવો તથા ધર્મ પર ભારોભાર અહોભાવ ઉત્પન્ન થઈ ગયો. રાજા વજૂજંઘને દેવ-ગુરુ પર અહોભાવ પોતાની પાપિષ્ઠ સ્થિતિ જોઈને એટલો બધો વધી ગયો કે દેવાધિદેવ અને નિગ્રંથ ગુરુ મળી જવાથી ખાંડિયો રાજા હોવા છતાં પણ સિંહસ્થ રાજાને નમન ન કરતાં નિરાશસભાવમાં શ્રદ્ધાથી ઉન્નત મસ્તક રાખે છે. દેવ-ગુરુ સિવાય બીજાને નમવું નહીં એ નિયમનું નિર્ભીક અને નિઃશંકપણે ચરિતાર્થ કર્યું. જંબુસ્વામીના પૂર્વ ભવમાં ભવદેવે ચારિત્ર લીધેલું પણ તે અહોભાવ વિના પાળતા; કારણ કે મનમાં પત્ની નાગિલા હતી. મોટાભાઈના મૃત્યુ પછી સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org