SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યાનું ઇચ્છતુ પરાજયમ્ - ૯ ચંડરુદ્રાચાર્ય તરત શિષ્યાના ખભેથી નીચે ઊતર્યા. કેવળી થયેલા શિષ્યના ચરણમાં વંદન કર્યા, ક્ષમા માગી. કેવળીની આશાતનાથી પશ્ચાત્તાપના પાવક અગ્નિથી બાળી નાંખ્યા છે કર્મો જેણે તેવા ચંડરુદ્રાચાર્યને પણ આ રીતે શિષ્યના માધ્યમથી કેવળજ્ઞાન થયું. અન્ય પ્રસંગ પુષ્પચૂલાનો છે. તેનાં રાજવી માતાપિતા પુત્રી પ્રત્યેના અનહદ પ્રેમથી આકર્ષાઈ તેનું લગ્ન સગા ભાઈ સાથે કરે છે. સાચી પરિસ્થિતિનું યથાસમયે ભાન થતાં ઉદ્વિગ્ન થયેલી પુષ્પચૂલાને દીક્ષા લેવાનો ભાવ થાય છે. ભાઈ-પતિને દીક્ષા લેવાનો પોતાનો ઇરાદો જણાવે છે. તેના પતિ એક શરતે દીક્ષા આપવા સંમતિ આપે છે. શરત એ છે કે પુષ્પચૂલાએ હંમેશાં એ નગરમાં રહેવું કે જેથી પ્રતિદિન તે તેને જોઈ શકે. સંયમના પથ પર પ્રગતિ કરવાની ભાવના હોવાથી પુષ્પચૂલાએ તે શરત મંજૂર કરી છે. પરંતુ રાણી હોવાથી સાધ્વી થયા પછી લોકોના આદરાદિથી વિચલિત ન થવાય તે દુષ્કર હતું. છતાં પણ કર્મવિપાકોદય તથા કર્મની બલિહારી જાણી તે શરતો સ્વીકારી લે છે. જેમની પાસે દીક્ષિત થઈ હતી તે ગુરુ ભગવંત આચાર્ય અર્ણિકાપુત્ર તે ગામમાં વૃદ્ધ હોવાથી સ્થિરતા કરે છે. પુષ્પચૂલા તેમની યોગ્ય સારસંભાળ લે છે. આહારાદિ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં લાવે છે તથા વૃદ્ધ ગુરુ મહારાજની યથોચિત વૈયાવચ્ચ કરે છે. એક વાર વરસતા વરસાદમાં ગોચરી લાવી પુષ્પચૂલા ગુરુ સમક્ષ રજૂ કરે છે. પોતાને દરરોજ જેટલું અને જેવી ગોચરી જોઈએ તેવી અને તેટલી કેવી રીતે પુષ્પચૂલા લાવે છે તે ન સમજવાથી અર્ણિકાપુત્ર પૂછે છે કે “મારે જવું અને જેટલું જોઈએ તેટલું કેવી રીતે લાવી શકાય છે?' પુષ્પચૂલા કહે છે કે “તમારા પ્રભાવથી અને પ્રતાપથી.” “શું તેનાથી જ્ઞાન થયું છે? જ્ઞાન પ્રતિપાતિ છે કે અપ્રતિપાતિ ?' પુષ્પચૂલાએ કહ્યું : “અપ્રતિપાતિ.” ગુરુ પ્રસન્ન થયા. વંદન કર્યું. કેવળી પાસેથી ગુરુ જાણવા માંગે છે પોતાને આવું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે ? તેઓ પુષ્પચૂલાને પૂછે છે. પુષ્પચૂલા કહે છે, “નદી પાર કરતાં.' ગોચરી બાજુ પર રાખી ગુરુ નદી પાર કરવા તૈયાર થઈ જાય છે. હોડીમાં બેસી નદી પાર કરતા હતા. તે વખતે એક દુષ્ટ દેવ ભાલાની અણી પર તેમને ઊંચે ફંગોળે છે. ગુરુના શરીરમાંથી લોહી ટપકે છે. પોતાના ટપકતા રક્તના બિંદુથી અપકાયના જીવોની થનારી હિંસાનો વિચાર તેઓ કરી રહેલા હતા. તે માટે પશ્ચાત્તાપ કરતાં કરતાં ગુરુ મહારાજને પણ કેવળજ્ઞાન પછીથી થયું. ઉપરના આ ચાર પ્રસંગોની સમકક્ષ અન્ય દષ્ટિબિંદુથી લલિતાંગ મુનિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy