SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 172 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે. સંસારની ગાંઠરૂપી આ તીવ્ર ગ્રંથિનો અપૂર્વકરણ દ્વારા નાશ કરી, કર્મોની જડ હચમચાવી નાંખી, આવા ભાવથી અપૂર્વ એવો અધ્યવસાય પ્રગટે છે અને તે દ્વારા જ કર્મગ્રંથિ ભેદાય છે. સમ્યક્ત એ એકડો છે. તેના વિના સમગ્ર ધાર્મિક અનુષ્ઠાનાદિ શૂન્ય બરોબર છે. સમ્યક્તરૂપી એકડો આગળ આવતાં તેની કિંમત 10, 100, હજાર, લાખ ગણી થવા પામે છે. તે વગર જ્ઞાન પણ અજ્ઞાન છે, ચારિત્ર પણ ચારિત્ર ગણાતું નથી, તપ પણ કાયકષ્ટ ગણાય છે. સમ્યકદર્શનને દર્શન, મુક્તિબીજ, સમ્યક્ત, તત્ત્વસાધન, તત્ત્વવેદન, દુ:ખાંતકૃત, સુખારંભ પણ કહેવાય છે. “તમેવ સચ્ચે નિસંકે જં જિPહિ પવઈયે” એટલે જ સમ્યક્ત - દઢશ્રદ્ધા તે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન સંસારને મર્યાદિત બનાવે છે. અર્ધપગલપરાવર્તથી વધુ સંસારી જીવો સમ્યગ્દર્શન પામી શકતા નથી. રાગ-દ્વેષના ગાઢ પરિણામ જતાં તે પ્રગટે છે. સમ્યગ્દર્શન એટલે તત્ત્વચિ. સમ્યગ્દર્શન પામતાં અર્ધપગલપરાવર્તથી ન્યૂન સમયમાં મુક્તિ. સમ્યગ્દર્શનને ધર્મવૃક્ષના મૂળ તરીકે, ધર્મરૂપ જગતના આધાર તરીકે, ઉપશમરસના ભાજન તરીકે, ગુણરત્નના નિધાન તરીકે વર્ણવાયું છે. સમ્યગ્દર્શનના 67 બોલ છે. તેમાંથી ગમે તેટલાં આત્મસાત કરનાર તેનો અધિકારી બને છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય તેનાં સોપાનો છે. જીવ અનંત, અપાર, અગાધ સંસારસાગરમાં ચાર ગતિમાં અનંતાનંત પુગલપરાવર્તકાળથી ભટકતો જ રહ્યો છે છતાં પણ તેનો પાર કેમ ન આવ્યો? જીવ સંસારરસિક રહ્યો. તે ભવાભિનંદી કે પુગલાનંદી હોઈ સાંસારિક સુખાદિની વાંછના કરી કે સ્વર્ગીય સુખોની પૃહા કરી. ધર્મ કર્યો પણ ધર્મનો મર્મ ન સમજાયો. તામલી તાપસે 60,000 વર્ષો સુધી ખૂબ તપશ્ચર્યા કરી. મિથ્યાષ્ટિ હતો તેથી તેના તપનું ફળ સમ્યગ્દષ્ટિના એક નવકાર કરતાં પણ ન્યૂન હતું ને ! તો હવે કયો પુરુષાર્થ કરવો ? જે કંઈ ધાર્મિક અનુષ્ઠાન, આચરણ ક્રિયાદિ કરાયા તે સમ્યક્ત માટે કરીએ છીએ તેવો આત્માનો પરિણામ થવો જોઈએ. એટલે કે તપ કરો છો શા માટે ? સમ્યક્ત માટે. દેરાસર દર્શન, પૂજાદિ અનુષ્ઠાનો શા માટે ? સમકિત મેળવવા માટે, સમકિત પામવા માટે. તપ, જપાદિ શા માટે ? સમકિત માટે. સામાયિક, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો શા માટે? તો સમ્યગ્દર્શન મેળવવા માટે. બાંધી નવકારવાળી કે પ્રભુદર્શન-પૂજાદિ શા માટે? તો સમકિત થવા માટે. ચરણસિત્તરી અને કરણસિત્તરી શા માટે ? તો સમકિત પ્રાપ્ત કરવા માટે. ચૌવિહારાદિ પ્રત્યાખ્યા, અંતરાયાદિ પૂજા શા માટે ? તો સમકિત સંપાદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy