________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન - 173 કરવા માટે. આ રીતનું માનસિક વલણ તૈયાર કરવાથી કીટભ્રમરીન્યાયે સમકિતમય વાતાવરણથી સમકિત વણમાંગ્યું દોડતું આવીને તમારી પ્રતીક્ષા કરશે. આવો પુરુષાર્થ કરવાથી અપૂર્વકરણ, પછી અનિવૃત્તિકરણ અને તે દ્વારા સમકિત થવાશે જ અનિવૃત્તિકરણ સમકિત-સમ્યગ્દર્શન તેડી લાવે છે. આ જાતની મનોદશાવાળા જીવનો સંસારકાળ પરિત્ત થયો હોય એટલે કે તે અર્ધપુદ્ગલાવર્તથી ન્યૂન રહ્યો હોય ત્યારે જ શક્ય બનશે. સમક્તિ જતું ન રહે તે માટે તેને વધુ સુદઢ, નિર્મળ બનાવતા રહેવું જોઈએ. અર્ધપુદ્ગલાવર્તથી ન્યૂન જેનો સંસાર રહ્યો હોય તે અંતર્મુહૂર્તમાં પણ સંસારસમુદ્ર ઓળંગી શાશ્વત પરમપદનો સ્વામી બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org