________________ 22 ભવ્ય, અભવ્ય, દર્ભવ્ય અને જાતિભવ્ય આ જગતમાં માત્ર બે પદાર્થો જ છે, જેવા કે જીવ અને અજીવ અથવા જડ અને ચેતન. જડ કદાપિ ચેતન ન થાય તેમ ચેતન જડ ન થાય. કર્મ જડ છે. જડ એવા કર્મના સંસર્ગમાં, સમાગમમાં, એટલે કે પકડમાં જ્યારે જીવ સપડાય ત્યારે તે જીવનો સંસાર શરૂ થાય છે. એવો જીવ જ્યારે તે જડ કર્મોના સકંજામાંથી, એટલે કે બંધનમાંથી મુક્ત થઈ જાય ત્યારે તે જીવ સંસારમાં સરકતી ચાર ગતિમાંથી સદાને માટે મુક્ત થઈ મુક્તિસુખ ભોગવે છે. તેવો જીવ આત્માના મૂળભૂત ગુણો જેવા કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ અનંત સુખ, સમ્યક્ ચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપી, અગુરુલઘુ અને અનંતવીર્ય પ્રાપ્ત કરે છે. જીવની ચાર ગતિ છે : દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. આ ચારેય ગતિના જીવો ક્યાં તો ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય કે જાતિભવ્ય હોય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે જીવને શંકા થાય કે “હું ભવ્ય કે અભવ્ય ? તે જીવ ભવ્ય ગણાય છે. આ એક સામાન્ય વાત થઈ, પરંતુ જે જીવને મોક્ષની તડપ હોય, મોક્ષનો દ્વેષ ન હોય, મોક્ષનો રાગ હોય, મોક્ષાભિલાષી હોય, સંસારનો વિરાગી હોય, સંસારનો હેપી હોય તે જીવને ભવ્ય કોટિમાં મૂકી શકાય, ગણી શકાય. મોક્ષાભિલાષી ભવ્ય જીવ સમ્યક્ત પામી એટલે કે આયુષકર્મ સિવાયનાં સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન કરી, મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ મંદ, મંદતર, મંદતમ બનાવી છેલ્લા પુદ્ગલપરાવર્ત સુધી પહોંચી, તેથી પણ સંસારનો કાળ અર્ધપુગલપરાવર્તથી સહેજ ન્યૂન કરી નાંખે ત્યારે તે જીવ સમ્યક્ત પામી મોક્ષપુરીના દ્વારે આવી ક્ષપકશ્રેણિ માંડી ભવિતવ્યતાના પરિપાકે કાયમ માટે સંસારની ગતિમાંથી મુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ થઈ અવ્યાબાધ, અચળ, નિરૂપાધિક સુખનો સ્વામી બને છે. શું છે તે સમજી લઈએ. સમ્યક્ત એ સમ્યગ્દર્શન તરીકે ઓળખાય છે. સમ્યત્વ એટલે આત્માનો સમ્યભાવ. આત્માનો લાગેલો મિથ્યાત્વરૂપી જે મળ ચોક્કસ રીતે દૂર થવાથી આત્માનો પરમ નિર્મળતારૂપી જે ભાવ તે સમ્યભાવ. ક્ષાયિક સમ્યક્તમાં મિથ્યાત્વનો સત્તામાંથી પણ વિનાશ અથવા ક્ષય થવો જોઈએ. જૈન શાસનમાં સમ્યક્ત પાયાની વસ્તુ છે. મિથ્યાત્વના બે પ્રકારો છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org