________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય - 175 વિપર્યાત્મક અને અનધિગમાત્મક. બીજી રીતે મિથ્યાત્વના પાંચ પ્રકારો છે જેવા કે : આભિગ્રાહિ.ક, અનભિગ્રાહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક. જીવ ભવ્ય હોય, અભવ્ય હોય, દુર્ભવ્ય હોય, જાતિભવ્ય હોય, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય, નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવ હોય, તે સર્વ જીવોનો મિથ્યાત્વના પાંચ પ્રકારોમાં કોઈપણ પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ પાંચેય પ્રકારો સઘળા મિથ્યાત્વીમાં સંભવિત છે એમ માનવાનું નથી. બધા જ ભવ્ય જીવો સમ્યક્ત પામે જ એવો નિયમ બનાવી ન શકાય કારણ કે તે ભવ્ય જીવો જ તે પામી શકે કે જેઓનું મિથ્યાત્વ મંદતમ થઈ ગયું છે, જેઓએ યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરી કર્મગ્રંથિની ગાઢ ગાંઠને ભેદી નાંખી છે. રાગ-દ્વેષની આ તીવ્રકર્મગાંઠ ભેદ્યા પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે તે જ જીવ સમ્યક્તનો અધિકારી બને છે. તેથી બધા ભવ્યો સમ્યક્ત પામે એમ ન કહી શકાય. જે કોઈ જીવને મિથ્યાત્વનો ઉદય હોય તો પણ તે જીવને પાંચ પ્રકારોમાંથી એક જ પ્રકારનો મિથ્યાત્વ હોઈ શકે. જેથી પાંચેય પ્રકારો એકી સાથે હોઈ ન શકે. બલ્ક સંભવિત છે કે એક મિથ્યાત્વ જાય અને બીજું આવે, બીજું જાય અને ત્રીજું આવે વગેરે. સમ્યત્વનું વમન કરનારા જીવોને આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય હોઈ શકે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને જ સંભવિત છે. અને તે ભવ્ય જીવો કે જેઓનો સંસારકાળ અર્ધપગલપરાવર્ત કાળ શેષ રહ્યો હોય. ચરમાવર્ત નહીં પામેલા ભવ્યો કે જેઓ દુર્ભવ્ય તરીકે ઓળખાય છે તેઓને, જાતિભવ્યોને, અને અભવ્યોને આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય સંભવિત જ નથી. માત્ર ભવ્ય જીવોને કોઈ ને કોઈ મિથ્યાત્વ પાંચ પ્રકારોમાંથી ગમે તે એકનો ઉદય સંભવી શકે. ભવ્ય જીવોમાં જાતિભવ્ય જીવો માટે અનાભોગ એક જ સંભવિત છે. દુર્ભવ્ય તથા અભવ્ય માટે અનાભોગિક અને આભિગ્રહિક એમ બે પ્રકારના મિથ્યાત્વ સંભવિત છે. અભવ્યો મોક્ષદ્વેષી, સંસારરાગી હોવા છતાં પણ મોઢામાં આંગળા નાંખી દઈ એવું ચારિત્ર પાળે, તપાદિ કરે જેથી નવરૈવેયક સુધી પહોંચી શકે; એવો ઉપદેશ આપે કે ગ્રહણ કરનારા અસંખ્ય જીવો મોક્ષ મેળવી શકે પણ પોતે માત્ર ગાઢ મિથ્યાત્વી હોવાને લીધે મોક્ષ પામી ન શકે ! ભવ્યોની જેમ અભવ્યોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org